Navsari Agricultural University
ચીકુ એ સદાપર્ણી, સતત વૃધ્ધિ પામતું અને આખા વર્ષે દરમ્યાન ફળ આપતું ઝાડ છે. તેની વાર્ષિક પાણીની જરૂરિયાત ૧૯પ૪ મી. મી. છે. ચીકુના ઝાડને સતત ભેજની જરૂરિયાત રહેતી હોવાના કારણે અછતના સમયમાં પિયત જરૂરી બને છે. પિયત આપવાનો સમયગાળો જમીનના પ્રકાર અને વાતાવરણ ઉપર આધાર રાખે છે. ચોમાસા બાદ જમીનમાં લભ્ય ભેજનું પ્રમાણ ૪૦ થી ૬૦ ટકાએ પહોંચે ત્યારે પિયત આપવું જોઈએ. નવસારી ખાતે થયેલ અભ્યાસ મુજબ ઉંડી કાળી જમીનમાં ચીકુના પુખ્ત ઉંમરના ઝાડને શિયાળામાં ૩૦ દિવસે અને ઉનાળામાં ૧પ દિવસના અંતરે પિયત આપવાની ભલામણ કરવામાં આવેલ છે. ટપક સિંચાઈ પધ્ધતિથી ચીકુના ઝાડને સતત વૃધ્ધિ અને ફળધારણની અવસ્થામાં રાખી શકાય છે. પરીયા કેન્દ્ર ખાતે જળ અને જમીન વ્યવસ્થાપન યુનિટ નવસારી ધ્વારા થયેલ અભ્યાસ મુજબ રોપણી બાદ શરૂઆતના બે વષ્ર્ા સુધી થડથી પ૦ સે. મી. દુર પ્રતિ કલાકના ૪ લીટરની નિષ્કાષળ ક્ષામતાવાળા ર ડ્રીપર અને બે થી પાંચ વર્ષે સુધી ૪ ડ્રીપર થડથી ૧ મીટર દુર ગોઠવી પધ્ધતિને શિયાળામાં ૪ કલાક અને ઉનાળામાં ૭ કલાક સુધી આંતરે દિવસે ચલાવવી. જયારે ૮ થી ૧ર વર્ષેના ઝાડ માટે નળીઓ થડથી એક મીટર દુર ગોઠવી પ્રતિ કલાકના ૮ લીટરની નિષ્કાષળ ક્ષામતાવાળા ૮ ડ્રીપર એકબીજાથી ૪૦ સે. મી. દુર ગોઠવી પધ્ધતિને શિયાળામાં ર કલાક અને ઉનાળામાં ૩ કલાક આંતરે દિવસે ચલાવવી.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.