Navsari Agricultural University
કેળના પાકને પિયતની ખાસ જરૂરિયાત રહે છે. શિયાળામાં ૧૦ થી ૧ર દિવસ અને ઉનાળામાં ૭ થી ૮ દિવસે નિયમિત પાણી આપવું. કેળના પાકને કોઈ પણ તબકકે પાણીની ખેંચ ન પડે તે ખાસ જોવું. જમીનની પ્રત પ્રમાણે પિયતનો ગાળો વધઘટ કરી શકાય.

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે થયેલા સંશોધન આધારિત ભલામણ મુજબ રાડના આવરણ સાથે ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત આપી ૧.પ × ૧.પ મીટરના અંતરે કેળની રોપણી કરવામાં આવે તો પૃષ્ઠ પધ્ધતિથી ૧.૮ × ૧.૮ મીટરના અંતરે રોપેલ કેળ કરતાં ૩૦ ટકા પાણીની બચત સાથે ૬૦ ટકા નાઈટ્રોજન બચાવી શકાય છે. ઉપરાંત ૬૦ ટકા ઉત્પાદન વધારે મળે છે અને પપ ટકા વધારાની આવક મળે છે. ટપક પધ્ધતિથી પિયત આપવા ચાર લીટર પ્રતિ કલાક ક્ષામતાવાળી છોડ દીઠ બે ડ્રીપર કેળના થડથી ૩૦ સે.મી. દૂર બંને બાજુએથી ગોઠવીને શિયાળામાં ૧.પ થી ર કલાક અને ઉનાળામાં ર.પ થી ર.૭પ કલાક એકાંતરે દિવસે ચલાવવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.