Navsari Agricultural University
આધુનિક ખેતી પધ્ધતિ અપનાવવાથી અંદાજે ૭૦ થી ૧૦૦ ટન /હે. ઉત્પાદન મેળવી શકાય.
કેળનો પાક, ટીસ્યુના રોપા, ટપક, ફર્ટિગેશન તથા આવરણ એક જ પેકેજમાં અપનાવી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ધ્વારા છેલ્લા આઠ વર્ષથી સંશોધન ફાર્મ તેમજ ખેડૂતના ખેતરો પર ગ્રાન્ડ નૈન કેળની જાત પર નિદર્શનો ગોઠવેલા હતા. તેના પરિણામો જોતાં ર૦ થી ૪૦ ટકા ખાતરની બચત, ૩૦ થી ૪૦ ટકા પાણીની બચત, રપ થી ૪૦ ટકા ઉત્પાદનમાં વધારો તથા ૪૦ દિવસ ઉત્પાદન વહેલું મળેલ હતું. કેળનું ઉત્પાદન ૮૦ થી ૧૧૦ ટન પ્રતિ હેકટર જમીનના પ્રકાર પ્રમાણે મળેલ હતું. ભરૂચ, સુરત અને નવસારી જીલ્લાના ખેડૂતોએ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના સંપર્કમાં રહી નિર્દશન તથા પોતાના સ્વખર્ચે કેળનાં પાકમાં ડ્રીપ સાથે મલ્ચીંગ (કાળા પ્લાસ્ટીકનું) લગાવી ખૂબ જ સારા પરિણામો મેળવેલ છે.

કેળાની નિકાસ :
-----------------

• કેળાની નિકાસ કરવાના હેતુ માટે ૭પ % પરિપકવતાએ (ડોડો નીકળ્યાનાં ૭પ દિવસ પછી) લુમ ઉતારી ૧ર૦ સે. તાપમાને શીતાગારમાં રાખવા. (૭પ % પરિપકવતાએ લુમ ઉતારવાથી ૧૦૦ % પરિપકવતાની સરખામણીએ લુમના વજનમાં ૧૯.પપ % ઘટાડો જોવા મળેલ)

• કેળાને દુરના બજારમાં મોકલવાના હેતું માટે ૯૦ % પરિપકવતાએ (ડોડો નીકળ્યાનાં ૯૦ દિવસ પછી) લુમ ઉતારી ૧૪૦ સે. તાપમાને શીતાગારમાં સંગ્રહવા. (૯૦ % પરિપકવતાએ લુમ ઉતારવાથી ૧૦૦ % પરિપકવતાની સરખામણીએ લુમના વજનમાં ૧૦.૦૭ % ઘટાડો જોવા મળેલ)

• કેળાને નજીકના બજારમાં મોકલવાના હેતુ માટે ૧૦૦ % પરિપકવતાએ (ડોડો નીકળ્યાના ૧૦૦ દિવસ પછી) ઉતારી ૧૬૦ સે. તાપમાને શીતાગારમાં સંગ્રહવા. આ ભલામણ કરેલ માવજતોથી ફળોની ગુણવત્તામાં ઘટાડો થયા સિવાય તેમની સંગ્રહ શકિત વધારી શકાય છે.

કેળ પાકમાં મુલ્ય વૃધ્ધિ :
-------------------------

કેળા :

- કાચા કેળામાંથી વેફર્સ અને ફલોર બનાવી શકાય કેળાનું ફલોર બિસ્કીટ, કેક, પાપડ, બેબી ફૂડ
તેમજ હેલ્થ ડ્રીંકમાં વાપરી શકાય છે.
- પાકા કેળામાંથી ફીગ, રેડી ટૂ સર્વ , જામ, કેચઅપ, ચીજ, પ્યુરી તેમજ બાર બનાવી શકાય છે.

થડ :

- લુમ ઉતાર્યા પછી કેળના થડમાંથી છુટા પડાયેલા રેસામાંથી હાથ વણાટથી તૈયાર થતો
સુશોભનની વસ્તુઓ, ધાગા, કાપડ, હાથ બનાવટનું કાગળ, દોરડાં, ઔષધિય માઈક્રો ક્રીસ્ટલાઈન
સેલ્યુલોસ બનાવી શકાય છે.
- રેસા કાઢવાની પ્રક્રિયા દરમ્યાન નીકળતો માવો તેમજ રસને અળસીયાનો ખાતર બનાવવાં માટે
ઉપયોગ કરી શકાય છે. રસને વાનસ્પતિક વૃધ્ધિ કારક તરીકે પણ વાપરી શકાય છે.
- કેળના થડના મધ્યગરમાંથી કેન્ડી, અથાણું, જામ, જેલી, આરટીએસ, સિરપ તેમજ મધુમેહ
નિયંત્રીત રાખવાથી પાવડર બનાવી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.