Navsari Agricultural University
વાવણી સમય અને પદ્ધતિ
-------------------------------

વાવણીનો સમય : ચોમાસામાં સારો વાવણીલાયક વરસાદ થઈ ગયા પછી મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સંજોગોવસાત વરસાદ મોડો થાય તો આડી જાતને બદલે ઉભડી જાતનું વાવેતર કરવું.
વાવણીનું અંતર :
આડી જાત : ૬૦ × ૧પ સે.મી.
ઉભડી જાત : ૪પ × ૧૦ સે.મી.

બીજનો દર તથા માવજત
-----------------------------

બીજનું પ્રમાણ : દાણા - ૮૦ થી ૧ર૦ કિ.ગ્રા. / હે.
બીજ માવજત : જમીન અને બીજજન્ય રોગો જેવા કે બીજનો સડો તથા ઉગસુકનો રોગ અટકાવવા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન, થાયરમ, મેન્કોઝેબ દવાનો પટ આપવો. ત્યારબાદ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવાથી ૧પ થી ર૦ ટકા વધુ ઉત્પાદન મળે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.