Navsari Agricultural University
જાતોની પસંદગી
--------------------

દિવેલા પાકમાં વધુ ઉત્પાદન મળે તે માટે દિવેલાની જાતની પસંદગી એ મુખ્ય અંગ છે. દિવેલાની હાલમાં ભલામણ કરવામાં આવેલી સુધારેલ જાતો / હાયબ્રીડ જાતોની માહિતી નીચે પ્રમાણે છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં જીએયુસી-૧ અથવા જીસીએચ-ર જેવી જાત પસંદ કરવી જોઈએ. તેમજ બિનપિયત પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે મૂળના કોહવારા સામે પ્રતિકારક શકિત ધરાવતી જીસીએચ-૬ જાત પસંદ કરવી હિતાવહ છે. પિયત પાકમાં વધુ ઉત્પાદન મેળવવા વધુ ઉત્પાદન આપતી સંકર જાતો પસંદ કરવી જોઈએ.

જાતનું નામ ઉત્પાદન કિલોગ્રામ/ હેકટર પાકવાના દિવસો તેલનાં ટકા ઓળખવા માટેનાં લક્ષાણો

જીએયુસી-૧ ૧ર૭૦ ર૧૦-ર૧પ ૪૬.૩ લીલું થડ, દ્રિ છારીય, કાંટાવાળા ગોગડા
જીએયુસીએમ-૧ ૧પ૭૦ ર૦૦-ર૧પ ૪૬.૯ લીલું થડ, ત્રિ છારીય, કાંટાવાળા ગોગડા
જીસીએમ-ર ૧૭પ૦ ર૦૦-ર૧૦ ૪૬.૮ લાલ ઝાંયવાળું લીલું થડ, ત્રિ છારીય, કાંટાવાળા ગોગડા
જીસીએમ-૪ ર૦૬૦ ર૧૦-ર૧પ ૪૮.ર લાલ થડ, ત્રિ છારીય, કાંટાવાળા ગોગડા
જીસીએમ-પ રર૯૦ - - લાલ થડ, ત્રિ છારીય, કાંટાવાળા ગોગડા
જીસીએમ-૬ ર૩૪૯ - - લાલ થડ, ત્રિ છારીય, કાંટાવાળા ગોગડા

















� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.