Navsari Agricultural University
અન્ય અગત્યના ખેતી કાર્યો
----------------------------

આંતર પાક તેમજ દિવપાક પધ્ધતિ :
હાલમાં વરસાદ આધારીત ખેતીમાં આંતરપાક પધ્ધતિ ખુબ જ પ્રચલિત બની છે. કપાસ સાથે મગફળી અથવા મગ આંતરપાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે છે. જુનાગઢ ખાતે લેવાયેલ બિનપિયત કપાસ દેવીરાજની ૧૮૦ સે.મી.નાં અંતરે વાવણી કરી આંતરપાક તરીકે મગફળીની જુનાગઢ-૧૧ જાતની બે હાર વાવવામાં આવે તો આ પ્રકારની આંતરપાક પધ્ધતિ ખુબજ નફાકારક રહે છે.
દક્ષિાણ ગુજરાત ઝોનનાં વરસાદ આધારીત વિસ્તારમાં ગુ.ક. ૧૧ ની બે હાર વચ્ચે ૧ર૦ સે.મી. અંતર રાખી અડદની બે હાર વાવવાથી આથર્િક રીતે ફાયદાકારક રહે છે. આજ રીતે દક્ષિાણ ગુજરાતનાં પિયત વિસ્તારમાં ગુક. સંકર-૬નીબે હાર વચ્ચે ૧ર૦ સે.મી. અંતર રાખી સોયાબીન (ગુજરાત-ર) અથવા અડદ (ઝંંડેવાલ) અથવા મગ (ગજરાત-ર) ની એક હાર અને ગુ.ક. સંકર-૮ની બે હાર વચ્ચે મગફળી (જીજી-ર)ની બે હાર વાવવાથી પણ ફાયદાકારક વળતર મળે છે.

કાળજી લેવા યોગ્ય મુદૃા :
----------------------------------
પિયત ખેતી :

૧. જમીનને પિયત માટે યોગ્ય બનાવવી.
ર. વાવેતર માટે યોગ્ય જાત પસંદ કરવી. જયાં આંશિક પિયત મળવાનું હોય ત્યાં વહેલી પાકતી અમેરીકન કે દેશી જાતો અને પુરુ પિયત મળવાનું હોય ત્યાં ઉચ્ચ ગુણવત્તા અને વધુ ઉત્પાદન ક્ષામતાવાળી સંકર જાતો વાવવી.
૩. ઉપલબ્ધ નાણાંકીય સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. ટાંચણ સાધનો વેળાએ ખાતરની સરખામણીમાં પાક સંરક્ષાણ ઉત્પાદનમાં વધુ અસરકારક છે.
૪. વૈજ્ઞાનિક પિયત પધ્ધતિ અપનાવવી. કપાસને વધુ પડતું પાણી ભાવતું કે ફાવતું નથી. વધુ પડતું કસમયનું પિયત નુકસાનકારક છે. તે ધ્યાનમાં રાખવું.
પ. આથર્િક રીતે ઉત્પાદનમાં હોય તેટલા સમય પુરતો જ પાક રાખી બને તેટલો વહેલો તેને પુરો કરવો. તે નવી ઋતુ માટે રોગ-જીવાતનાં ફેલાવા માટેનું કારણ ન બને તે ખાસ જોવું.
૬. શકય હોય ત્યાં વધુ પાક ખેતી પધ્ધતિઓ અપનાવી વધારાની આવક લેવા પ્રયત્ન કરવો.
૭. કેટલાંક સાધનોનો વધુ પડતો ઉપયોગ કરવાથી કદીય વધુ ઉત્પાદન તો મળે પણ તે હંમેશા આથર્િક રીતે લાભદાયી ન પણ રહે. સાફી લાભ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. આથી હરહંમેશ પાકની પરિસ્િથતી તથા ઉત્પાદન કારણો અને ઉત્પાદનનાં ભાવો ધ્યાનમાં રાખી માવજતોનું નિયમન કરવું. થયેલ વીણી, હેર ફેર અને વેચાણ પર પણ યોગ્ય ધ્યાન આપવું કે જેથી યોગ્ય વળતર મળે.
૮. પાક સંરક્ષાણનાં પગલાં સમયસર લેવા.

બિનપિયત ખેતી :
૧. જમીન અને ભેજ સંરક્ષાણ પધ્ધતિઓ અપનાવવી.
ર. પાકની ફેરબદલી અને પ્રાથમિક ખેડ સહિતની પાક માટેની પ્રાથમિક તૈયારીઓ પર ધ્યાન આપવું.
૩. યોગ્ય જાતની પસંદગી કરવી.
૪. વાવેતર સમય, છોડની પુરી સંખ્યા, વાવેતર અંતર, ખાતરનો વપરાશ, આંતરખેડ અને નિંદામણ જેવા કારકોની મહત્તમ કાર્યક્ષામતા મેળવવા માટેનાં પગલાં લેવા.
પ. સંરક્ષાણાત્મક પગલાંઓ જેવા કે શકયતા જીવનો બચાવ પિયત, ખાસ સમયે કિટકનાશક દવાઓનો છંટકાવ વગેરે અંગે ખાસ કાળજી રાખવી.
૬. ખેત ઉત્પાદન જોખમમાં ઘટાડો કરવાનાં પગલાં લેવા મિશ્ર પાક પધ્ધતિ ઉપયોગી થાય.
૭. ઉત્પાદનમાંથી યોગ્ય વળતર માટે વીણી, હેર ફેર તેમજ વેચાણ પર ધ્યાન આપવું.

કપાસની નવી જાતો :
વષ્ર્-ર૦૦૧-ર૦૦રમાં મળેલ ૩૭મી પ્લાન્ટ બ્રીડીંગ અને જીનેટીકસ સબ કમિટીની, ૩૦ મી સંયુકત એગ્રેસ્કો મિટીંગ તથા ૩ર મી રાજય બીજ પેટા સમિતીની મિટીંગમાં કપાસની નવી બે સંકર જાતોની ગુજરાત રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. સદર જાતોનું નોટીફિકેશન પણ ટુંક સમયમાં બહાર પડશે.
(૧) ગુ. કપાસ એમડીએચ-૧૧ :
દેશી કપાસમાં સંકર જાતોનું બીજ તૈયાર કરવામાં કપાસની કળી ખુબ જ નાની અને નાજુક હોવાથી તેનું પરાગનયન કરવું મુશ્કેલ છે. આના કારણે બીજનું સેટીંગ ઓછું થાય છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી નરવંધ્ય લાઈનનો ઉપયોગ કરી સંકર જાતો વિકસાવવાનું કાર્ય હાથ ધરવામાં આવેલ. જેની એક સિધ્િધરૂપે આ જાત બહાર પાડવામાં આવેલ છે. આ જાતની ગુ. કપાસ દેશી સં.-૭ તથા ગુ. કપાસ દેશી સં.-૯ સાથે ગુજરાતમાં આપેલ ઉત્પાદન તથા અન્ય ગુણધમર્ોની સરખામણી અલગ પત્રકમાં આપેલ છે.
(ર) ગુ. કપાસ સંકર-૧૦ર : આ જાત હિરસુટમ × બાર્બેન્ડસના સંકરણથી તૈયાર કરવામાં આવેલ છે. આ જાતના ગુણધમર્ોની સરખામણી અલગ પત્રકમાં આપેલ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.