Navsari Agricultural University
કાપણી અને સંગ્રહ
--------------------

ધૂળ, કીટી એન કમોસમી વરસાદને લઈને રૂની ગુણવતા ઘટી જાય છે. તારની ચમક ઓછી થાય છે. સૂવાળા પણુ ઘટે છે. તારની મજબૂતાઈ પર અસર થાય છે. અને રંગ પણ ઝાંખો પડી જાય છે. ખર્ચ ઘટાડવાના આશયથી એકજ વીણી કરવામાં આવે તો કેટલો કપાસ છોડ પરથી નીચે પડી જવાથી તેના ધૂળ, પાનના ટૂકડા વીગેરે ભળવાથી ખરાબ થાય છે.
આ મૂશ્કેલીથી બચવા જેમ જેમ કપાસના જીડવા ફાટે તેમ તેમ ત્રણથી ચાર વીણીમાં કપાસ ઉતારવો. શકયત: કપાસની વીણી સવારના સમયે વાતાવરણમાં જાકળ હોય ત્યારે કરવી કે જેથી કપાસમાં કીટી ઓછી આવે. વીણી કરેલ કપાસને તડકામાં (સૂર્યપ્રકાશમાં) સૂકાવા દઈ ભેજ ઉડે ત્યારબાદ સૂકી જગ્યામાં સંગ્રહ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.