Navsari Agricultural University




હડકવા
* જાનવર માં હડકવાનો રોગ આર.એન.એ. પ્રકારના રેબડો વાઈરસથી થાય છે.
* સામાન્યા રીતે જાનવર જયારે બહાર હોય અને કૂતરું કરડી જાય તો આ રોગ થાય છે. કૂતરું કરડયા પછી રોગ 1પ થી 60 દિવસ પછી થઈ શકે છે.
* રોગ કયારે થશે તેનો આધાર કૂતરું કયાં કરડયું છે અને કેટલું ઉંડું કરડયું છે તેની ઉપર છે. જો મગજના ભાગની નજીક કરડયું હોય તો હડકવા થવાની સંભાવના વધારે રહે છે.
* હડકવા થયેલ જાનવરના મોઢામાંથી લાળ પડે છે દાંત કચકચાવે છે. ખોરાક ચાવવાના અને ઉતારવાના સ્નાલયુઓમાં લકવા થઈ જાય છે.
* પાણી પીવામાં તકલીફ પડે છે.
* જો સમયસરની સારવાર ન મળે તો જાનવર મૃત્યુજ પામે છે.
* જો હડકવાનો રોગ થઈ જાય તો તે અંગેની કોઈ સારવાર નથી. તેથી રોગ ન થાય તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
* જયાં કૂતરું કરડયું હોય તે ઘાને પાણી અને સાબુથી ઘસીને ધોઈ નાંખવું જોઈએ.
* ઘાને ધોવા માટે સોડીયમ બાયકાર્બોનેટ અથવા કોસ્ટી ક સોડા વાપરી શકાય.
* કૂતરું કરડવાથી ઉંડો ઘા પડયો હોય તો ર4 કલાક સુધી તેને ખુલ્લોા રાખવો જોઈએ અને ટાંકા ન લેવા જોઈએ. જીવાણુંનો ચેપ ન લાગે તે માટે પ્રતિજૈવિક ઔષધો આપવા જોઈએ. હડકવા વિરોધી રસી પશુચિકિત્સીક અધિકારીના માર્ગદર્શન હેઠળ અપાવવી જોઈએ.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.