NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ધરૂનો કોલાટ/પીળીયો

 આ રોગ જમીનમાં લોહ (આયર્ન) તત્વની ઉણપને લીધે થાય છે અથવા જમીનનું બંધારણ બગડવાથી કે અન્ય કારણસર જમીનમાંથી લોહ તત્વ છોડને લભ્ય ન થઈ શકતું હોય ત્યારે છોડની વૃદ્ધિ પર અસર થાય છે અને રોગ જણાય છે. ખાસ કરીને ધરૂવાડીયામાં પાણીની ખેંચ વર્તાય ત્યારે જમીનના ઉપલા સ્તરમાં ક્ષારો જમા થાય છે. તેથી લોહ તત્વની ઉણપ જણાય છે. શરૂઆતમાં ધરુ પીળું પડવા લાગે છે. છેવટે સફેદ થઈને ઉતરી જતું હોય છે. આ રોગ ખાસ કરીને ઉંચાણવાળા ધરૂવાડીયા કે જયાં પાણીનું ભરણ રહેતું નથી ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી ક્ષારવાળી, ગોરાડુ કે રેતાળ જમીનમાં કરેલ ધરૂવાડીયામાં દ્યણીવાર રોપવાલાયક પુરતા છોડ પણ મળતા નથી.

નિયંત્રણ:

  • આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહીં તે માટે સેન્દ્રીય ખાતરો જેવા કે છાણિયું ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાંખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે.
  • ધરૂવાડિયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી. આખા ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી.
  • રોગ જણાય ત્યારે ધરૂવાડીયામાં ઉપરા ઉપરી બે ત્રણ વખત પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાઈ જાય છે.
  • પાણી ભરવાની પુરતી સગવડ ન હોય તો ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) + ર૦ ગ્રામ ચૂનાનું મિશ્ર દ્રાવણ બનાવી ધરૂવાડીયામાં પાન ઉપર છંટકાવ કરવો ત્યાર બાદ જરૂરજણાય તો એક વખત ગુંઠા દીઠ પ૦૦ ગ્રામ નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનિયમ સલ્ફેટ ખાતરના રૂપમા આપવો.

Paddy Stem