NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
ડાંગરના પાકનું ખેતી ખર્ચ

આજના સમયમાં ખેતીને એક ઉદ્યોગ કે વ્યવસાયની દ્રષ્િટએ જોવામાં આવે છે ત્યારે ખેતીનું અર્થકરણ સમજવું ખેડૂત માટે તેમજ ખેતી સાથે સંકળાયેલ સહુ કોઈ માટે ખૂજ જ મહત્વનું બની રહે છે. ખેતી માટે જરૂરી સાધન-સામગ્રી જેમકે બિયારણ ખાતર, જંતુનાશક દવા ઉપરાંત મજૂરી, પિયત, ટ્રેકટર અને થ્રેસર વગેરેનું ખર્ચ સતત વધતુ જ જાય છે ત્યારે ખરેખર ઉત્પાદન કેટલુ મળ્યુ અને કેટલી આવક થઈ તેના પરથી નફો થયો કે નુકશાન તે જાણવું ખુબજ જરૂરી છે. આ માટે ખેતી ખર્ચ ગણવાની સચોટ અને વૈજ્ઞાનિક પધ્ધતિ પ્રમાણે જ ગણતરી કરીએ તો જ સાચી પરિસ્થતિનો ખ્યાલ આવી શકે અને ખેતીનો વ્યવસાય કેટલે અંશે નફાકારક છે તે સમજી શકાય.

         સામાન્ય રીતે ખેડૂતો તેમજ ખેતી સાથે સંકળાયેલ લોકો ખેતી ખર્ચની ગણતરી પોતપોતાની સમજણ મુજબ કરતા હોય છે. જેમાં મુખ્ય ખર્ચ જેવાં કે બિયારણ, ખાતર, જંતુનાશક દવા જે બજારમાંથી ખરીદ્યા હોય અને ભાડાના મજૂર કે ટ્રેકટર કે થ્રેસરનું ભાડુ વગેરે રોકડ ખર્ચ જ ગણતરીમાં લઈને નફા-નુકશાનની ગણતરી કરતા હોય છે. અર્થશાસ્ત્રની દ્રષિટએ કે વૈજ્ઞાનિક દ્રષિટએ આ ભૂલ-ભરેલી અને ખામીયુકત પધ્ધતિ ગણાય. રોકડ ખર્ચ સિવાય જેમકે, ઘસારા ખર્ચ, મૂડી રોકાણનું વ્યાજ, જમીનનું ભાડુ, કુટુબના સભ્યોએ કરેલ ખેતી કાર્યનું મજૂરી ખર્ચ અને વ્યવસ્થાપન ખર્ચને પણ ગણતરીમાં લેવું જ જોઈએ. આ બધુ ગણતરીમાં લીધા પછી આવક-જાવકની બાદબાકી કરતા ખરેખર નફો કેટલો થયો તે નક્કી થઈ શકે. 

         ખેતી ખર્ચની ગણતરીમાં એક સૂત્રતા લાવવા માટે અને અર્થશાસ્ત્રની દ્રષ્િટએ સ્િવકૃત હોય એવી પધ્ધતિ કમિશન ઓન એગિ્રકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈઝ (સીએસીપી-હબહ.૯ દ્વારા તૈયાર કરીને સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવી છે.

         ચોખા એ વિશ્વની અડધી વસ્તીનો મુખ્ય ખોરાક છે. વિશ્વના કુલ ડાંગર ઉત્પાદનમાં ભારતનો ફાળો ર૦% છે. ભારતમાં ડાંગરનું વાવેતર ૪ર૭.પ૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૧૦પર લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ર૦૧ર-૧૩માં ૭.૦૧ લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયેલ જેમાં થી ૧૪.૯૭ લાખ ટન ઉત્પાદન મળેલ. ભારત દેશમાં ડાંગરની ઉત્પાદકતા ર૪૬ર કિ.ગ્રા./હે અને ગુજરાત રાજયની ડાંગરની ઉત્પાદકતા ર૧૩૬ કિ.ગ્રા./હે છે. 

         ગુજરાત રાજયમાં અમદાવાદ, આણંદ અને ખેડા જીલ્લા ડાંગરના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ડાંગરની ખેતી ખરીફ તેમજ ઉનાળુ એમ બે ઋતુમાં થાય છે. જે પૈકી ખરીફ ડાંગરની ખેતીમાં વષ્રા ર૦૧૪-૧પ માં થયેલ ખર્ચ અને આવક-જાવક પત્રક ૧,ર અને ૩ માં આપવામાં આવેલ છે.

પત્રક-૧ : ખરીફ ડાંગરનું ખેતી ખર્ચ (હેકટર દીઠ)

ક્રમ વિગત યુનિટ જથ્થો ખર્ચ (રૂ.) કુલ ખર્ચના (%)
મજૂર (ભાડાના) માનવ દિન ૧૧૭.૭૮ ૧પ૦૯૮ ર૮.૦ર
બળદ જોડી / દિન ૩.૯ર ૧૩૧૪ ર.૪૪
બિયારણ કિલો ર૮.૭૩ ૮૯૬ ૧.૬૬
છાણીયુ ખાતર ટન રપ૯૬ ર૭૯૪ પ.૧૯
રાસાયણિક ખાતર   ૪રપ૬ ૭.૮૦  
પિયત     રરપ૭ ૪.૧૯
જંતુનાશક/રોગનાશક દવા     પ૭૯ ૧.૦૮
પરચૂરણ ખર્ચ     ૪૩ર૭ ૮.૦૩
ઘસારો     ૭પ૧ ૧.૩૯
૧૦ ચાલુ મૂડીનું વ્યાજ     ૧ર૯૧ ર.૪૦
૧૧ ખર્ચ-એ     ૩૩પ૬૩ ૬ર.૩૦
૧ર પોતાની જમીનનું ભાડુ     ૭૯૦૧ ૧૪.૬૭
૧૩ સ્થાયી મૂડીનું વ્યાજ     ર૧૭૭ ૪.૦૪
૧૪ ખર્ચ-બી     ૪૩૬૪૧ ૮૧.૦૧
૧પ મજૂર (ઘરના) માનવ દિન ૩પ.૪૭ પ૩૩પ ૯.૯૦
૧૬ ખર્ચ-સી૧     ૪૮૯૭૬ ૯૦.૯૧
૧૭ વ્યવસ્થાપન ખર્ચ     ૪૮૯૮ ૯.૦૯
૧૮ ખર્ચ-સીર     પ૩૮૭૪ ૧૦૦.૦૦
  કુલ મજૂર (૧ + ૧પ) માનવ દિન ૧પ૩.રપ ર૦૪૩૩ ૩૭.૯ર

 

         પત્રક-૧માં જણાવ્યા પ્રમાણે ખરીફ ડાંગરની ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧ અને ખર્ચ-સીર અનુક્રમે શ્ ૩૩પ ૪૩૬૪૧, ૪૮૯૭૬ અને પ૩૮૭૪ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજૂર (રૂ. ર૦૪૩૩), પોતાની જમીનનું ભાડુ (રૂ. ૭૯૦૧) અને છાણીયુ ખાતર (રૂ. ર૭૯૪) નો સમાવેશ થાય છે.

પત્રક-ર: ખરીફ ડાંગરની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)

૧. મુખ્ય ઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૪૪.રપ
ભાવ ( રૂ. / કિવન્ટલ) ૧૩પપ.૮૯
આવક (રૂ.) પ૯૯૯૮.૧૩
ર. ગૌણઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૬૪.૦૧
ભાવ ( રૂ. / કિવન્ટલ) રપ૬.૮પ૯
આવક (રૂ.) ૧૬૪૪૧
૩. કુલ આવક(રૂ.)   ૭૬૪૩૯

 

         પત્રક-ર મુજબ ડાંગરનું મુખ્ય ઉત્પાદન પત્રક-ર મુજબ ડાંગરનું મુખ્ય ઉત્પાદન (દાણા) ૪૪.રપ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૬૪.૦૧ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડૂતોને ડાંગરનો સરેરાશ ભાવ ૧૩પ૬ રૂ./કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ રપ૭ શ્/કવીન્ટલ મળેલ. આમ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક પ૯૯૯૮ રૂ./હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૧૬૪૪૧ રૂ./હેકટર મળીને કુલ આવક ૭૬૪૩૯ રૂ./હેકટર થયેલ.

પત્રક-૩: ખરીફ ડાંગરની ખેતીમાં ઉત્પાદન ખર્ચ (રૂ./કિવન્ટલ) તથા આવક:જાવક ગુણોત્તર

વિગત ખર્ચ (રૂ.) ઉત્પાદન ખર્ચ (રૂ./કિવન્ટલ) આવક-ખર્ચનો ગુણોત્તર
ખર્ચ-એ ૪ર૮૭૬ પ૯પ.૩પ ૧:ર.ર૮
ખર્ચ-બી ૩ર૭૯૮ ૭૭૪.૧૧ ૧:૧.૭પ
ખર્ચ-સી૧ ર૭૪૬૩ ૮૬૮.૭૪ ૧:૧.પ૬
ખર્ચ-સીર રરપ૬પ ૯પપ.૬૩ ૧:૧.૪ર

 

         પત્રક-૩ મુજબ કુલ આવકમાંથી ખર્ચ-એ પત્રક-૩ મુજબ કુલ આવકમાંથી ખર્ચ-એ બાદ કરતા નફો રૂ. ૪ર૮૭૬ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ-સીર બાદ કરતા ચોખ્ખો નફો શ્ રરપ૬પ પ્રતિ હેકટર થયેલ. ડાંગરની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ રૂ. ૯પ૬ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૩પ૬ રૂ./કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ (ખર્ચ-સીર) સામે ૧:૧.૪ર મળેલ એટલે કે ૧ રૂ.ના ખર્ચ સામે ૪ર પૈસા ચોખ્ખો નફો મળેલ.

         ઉનાળુ ડાંગરની ખેતીમાં વષ્ ર૦૧૪-૧પ માં થયેલ ખર્ચ અને આવક-જાવક પત્રક ૪,પ અને ૬ માં આપવામાં આવેલ છે. ક્ષ, પત્રક-૪ : ઉનાળુ ડાંગરની ખેતી ખર્ચ (હેકટર દીઠ) 
 

પત્રક-૪ : ઉનાળુ ડાંગરની ખેતી ખર્ચ (હેકટર દીઠ)

ક્રમ વિગત યુનિટ જથ્થો ખર્ચ (રૂ.) કુલ ખર્ચના (%)
મજૂર (ભાડાના) માનવ દિન ૭ર.૦૦ ૧૦૮૦૦ ૧૯.પ૭
બળદ જોડી / દિન ૬.રપ ર૩૬ર ૪.ર૮
બિયારણ કિલો ૬૧.રપ ૧ર૧૧ ર.૧૯
છાણીયુ ખાતર ટન ૧૮૪૩ ર૮૯૮ પ.રપ
રાસાયણિક ખાતર     ૬રર૦ ૧૧.ર૭
પિયત     ૧૭૬૪ ૩.ર૦
જંતુનાશક/રોગનાશક દવા     ૦.૦૦
પરચૂરણ ખર્ચ     ૩૪૮૦ ૬.૩૧
ઘસારો     ૧૭૩ ૦.૩૧
૧૦ ચાલુ મૂડીનું વ્યાજ     ૧૧પ૬ ર.૧૦
૧૧ ખર્ચ-એ     ૩૦૦૬૪ પ૪.૪૮
૧ર પોતાની જમીનનું ભાડુ     ૮૮૧પ ૧પ.૯૮
૧૩ સ્થાયી મૂડીનું વ્યાજ     ૮૭ ૦.૧૬
૧૪ ખર્ચ-બી     ૩૮૯૬૬ ૭૦.૬ર
૧પ મજૂર (ઘરના) માનવ દિન ૭૪.૭પ ૧૧૧૯૭ ર૦.ર૯
૧૬ ખર્ચ-સી૧     પ૦૧૬૩ ૯૦.૯૧
૧૭ વ્યવસ્થાપન ખર્ચ     પ૦૧૬ ૯.૦૯
૧૮ ખર્ચ-સીર     પપ૧૭૯ ૧૦૦.૦૦
  કુલ મજૂર (૧ + ૧પ) માનવ દિન ૧૪૬.૭પ ર૧૯૯૭ ૩૯.૮૬

 

         પત્રક-૧માં જણાવ્યા પ્રમાણે ઉનાળુ ડાંગરની ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧ અને ખર્ચ-સીર અનુક્રમે શ્ ૩૦૦૬૪, ૩૮૯૬૬, પ૦૧૬૩ અને પપ૧૭૯ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજૂર (રૂ. ર૧૯૯૭), પોતાની જમીનનું ભાડુ (રૂ. ૮૮૧પ) અને રાસાયણિક ખાતર (રૂ. ૬રર૦) નો સમાવેશ થાય છે.

પત્રક-ર: ખરીફ ડાંગરની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)

૧. મુખ્ય ઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) પ૦.૧ર
ભાવ ( રૂ. / કિવન્ટલ) ૧૪૬૪.૯૮
આવક (રૂ.) ૭૩૪ર૪.૭૯
ર. ગૌણઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૬૧.૬૪
ભાવ ( રૂ. / કિવન્ટલ) ૩૬૧૮.૯૧
આવક (રૂ.) રર૩૭૦
૩. કુલ આવક(રૂ.)   ૯પ૭૯પ

 

પત્રક-પ મુજબ ઉનાળુ ડાંગરનું મુખ્ય ઉત્પાદન (દાણા) પ૦.૧ર કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૬૧.૬૪ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડૂતોને ડાંગરનો સરેરાશ ભાવ ૧૪૬પ રૂ./કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૩૬૧૯ રૂ./કિવન્ટલ મળેલ. આમ ઉનાળુ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક ૭૩૪રપ રૂ./હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક રર૩૭૦ રૂ./હેકટર મળીને કુલ આવક ૯પ૭૯પ રૂ./હેકટર થયેલ.

પત્રક-૬: ડાંગર (ઉનાળુ)ની ખેતીમાં ઉત્પાદન ખર્ચ (રૂ./ કિવન્ટલ) તથા આવક:જાવક ગુણોત્તર

વિગત ખર્ચ (રૂ.) ઉત્પાદન ખર્ચ (રૂ./કિવન્ટલ) આવક-ખર્ચનો ગુણોત્તર
ખર્ચ-એ ૬પ૬૩૧ ૪૬૦ ૧:૩.૧૯
ખર્ચ-બી પ૬૮ર૯ પ૯૬ ૧:ર.૪૬
ખર્ચ-સી૧ ૪પ૬૩ર ૭૬૭ ૧:૧.૯૧
ખર્ચ-સીર ૪૦૬૧૬ ૮૪૪ ૧:૧.૭૪

પત્રક-૬ મુજબ કુલ આવકમાંથી ખર્ચ-એ બાદ કરતા નફો રૂ. ૬પ૬૩૧ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ-સીર બાદ કરતા ચોખ્ખો નફો રૂ.૪૦૬૧૬ પ્રતિ હેકટર થયેલ. ઉનાળુ ડાંગરની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ રૂ. ૮૪૪ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૪૬પ રૂ./કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ (ખર્ચ-સીર) સામે ૧:૧.૭૪મળેલ એટલે કે ૧ રૂ. ના ખર્ચ સામે ૭૪ પૈસા ચોખ્ખો નફો મળેલ.