NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ફણગાવેલ બીજ દ્રારા ડાંગરની ખેતીના ફાયદા
  • ધરૂવાડિયું તૈયાર કરવાની ઝંઝટમાંથી મુકતિ અને ધરૂવાડિયું તૈયાર કરવા માટેનો જમીન, પાણી, ખાતર, દવાઓ, મજૂરી ખર્ચ  વગેરે જે વધારાનો ખર્ચ થાય તે અને સમય બચાવી શકાય છે.
  • મજુરોની તંગીના કારણે સમયસર ફેરરોપણી કરી શકાતી નથી. પરતું ઓછા મજૂરો દ્રારા ફણગાવેલા બીજની વાવણી વ્યવસ્િથત કરી શકાય છે.
  • સમયસર વાવેતર થવાથી અને બીજ સેટ થવાથી વૃધ્િધ અને વિકાસ ઝડપથી થતો હોય પાકના પાકવાના દિવસોમાં ખાસ કોઈ ફેર પડતો નથી.
  • ધરૂવાડિયું નિષ્ફળ જવાથી ડાંગરના વાવેતરમાં જે મુશ્કેલી ઉભી થાય તેવો પ્રશ્ન રહેતો નથી.
  • ફણગાવેલ બીજ તૈયાર કરવામાં વધારાનો બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી.
  • આ પધ્ધતિથી ડાંગરની ખેતી કરવાથી સમય,મજૂરી ઉપરાંત પાણીનો ૪૦% જેટલો બચાવ થાય છે. મજૂરોને પડતી હાડમારી કે પાણીમાં હાથ અને પગ રહેવાથી થતા કહોવારાના રોગો તેમજ વાંકા વળવાના કારણે કેડ તેમજ  કરોડરજજુના રોગો થવાનો ભય રહેતો નથી.