NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

રાસાયણિક ખાતરો
  • ખાતરો જમીનમાં ઓગળે પછી જ મૂળ દ્વારા છોડ તેનું શોષણ કરે છે. એટલે વધુમાં ખાતરોનું છોડ શોષણ કરે તે માટે જમીનમાં ભેજ જાળવી રાખવો, વરસાદના પાણીનો જમીનમાં સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરો, જરૂર જણાય ત્યારે પિયત આપો, ખેતતલાવડી બનાવો, શકય હોય તો ટપક પધ્ધતિ વાપરો, ટપક સાથે ખાતર પણ આપો. જંતુનાશક દવા સાથે યુરિયા પણ ભેળવી પાક ઉપર છાંટી શકાય.
  • જમીનમાં નાખેલાં ખાતરો વરસાદથી ધોવાઈ ન જાય તે માટે જમીન સમતળ બનાવી પાળા બાંધો, કાંસ કાઢો અને ધોવાણ અટકાવો.
  • સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો અને રાસાયણિક ખાતરોનો સંકલિત ઉપયોગ કરવો. આ ત્રણે ખાતરો એકબીજાના પૂરક છે, હરીફ કે વિકલ્પ નથી.
  • જમીન અમ્લીય હોય તો ચૂનો અને ભાસ્મિક હોય તો જિપ્સમ નાખવો, ક્ષાર વધુ હોય તો નિતારથી દૂર કરવો, અને પાકની વૃધ્ધિ માટે જમીન અનુકૂળ, ભરભરી અને પોચી બનાવવી.
  • જમીન, ઋતુ, પિયતની સુવિધા, ઉપજ વેચવા માટે બજાર અને આવકનું ધોરણ ધ્યાનમાં રાખી યોગ્ય પાક પસંદ કરવો અને તેની નવી સુધારેલી વધુ ઉત્પાદન આપતી રશોગ પ્રતિકારક જાત જ ઉગાડો.
  • ખેતરમાં છોડની પૂરતી સંખ્યા જાળવો, સમયસર ખાલાં પૂરો, યોગ્ય અંતર રાખો.
  • રોગ-જીવાત સામે સમયસર જરૂરી પગોલાં લો. નીંદણને સયમસર દૂર કરી હવા, પાણી અને ખોરાક સાથે થતી હરીફાઈ અટકાવો.
  • સયમસર વાવણી, ખેડ, આંતરખેડ, પિયત વગેરે કરતા રહો.

 

ખાતરો વાવતાં પહેલાં આટલું જરૂર ધ્યાનમાં રાખો :

  • યોગ્ય ખાતરની પસંદગી કરો.
  • ભલામણ મુજબ ખાતરનું યોગ્ય પ્રમાણ જાળવો.
  • યોગ્ય સમયે જ ખાતર આપવાનો આગ્રહ રાખો.
  • ખાતર નાખવાની યોગ્ય રીત.
  • ખાતરો મિશ્ર કરતાં પહેલાં મિશ્ર ક્ષમતા અંગે જાણકારી મેળવો.
  • જમીન અને પાકના ગુણધર્મો સાથે સુમેળ થાય તેવા વધુમાં વધુ માત્રામાં પાક શોષણ કરી ઉત્પાદનમાં રૂપાંતર કરે અને એકમ તત્વની કિંમત પણ ઓછી હોય તેવાં ખાતર પસંદ કરવા.
  • જમીનની ફળદ્રુપતા, જમીનની પ્રતિક્રિયા, ધોવાણ, પિયતની સગવડતા, અગાઉ ઉગાડેલ પાક અને પાકશ્રેણી, પાકની ઘનિષ્ઠતા, છોડની સંખ્યા, કઠોળ પાકનો સમાવેશ, છાણિયું અને અન્ય સેન્દ્રિત ખાતરોનો તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ, લીલો પડવાશ, પાક અને પાકની જાત તેમજ વાવણીનો સમય અને ઉત્પાદનની કિંમત તેમજ આર્થિક બાબત લક્ષમાં રાખી યોગ્ય પ્રમાણમાં ખાતરો નાખવાં.
  • નાઈટ્રોજનયુકત ખાતરો હપ્તેથી તેમજ ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો એક જ હપ્તે વાવણી / રોપણી વખતે જ આપવાં.
  • ખાતરો શકય હોય ત્યાં સુધી ચાસમાં ભેજના સંપર્કમાં આવે તે રીતે મૂળ વિસ્તારમાં નાખવાં, બીજ સાથે ભેળવવાં નહીં, ખાતરોને ડ્રીપ સાથે કે દ્રાવણ બનાવી પાંદડાં ઉપર પંપથી છાંટીને આપી શકાય. ખાતરો એકબીજા સાથે પ્રતિક્રિયા કરી ભેજગ્રાહયતા વધારે, નાઈટ્રોજનનો વાયુરૂપે વ્યય કરે, ફોસ્ફરસને અલભ્ય રૂપમાં ફેરવી નાખે તેવાં ખાતરો મિશ્ર કરાય નહિ. આ અંગે પ્રથમ જાણકારી મેળવવી.

 

સૂકી ખેતીમાં રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરશો ?

  • વરસાદનાં પાણી ખેતરમાં અને ખેત તલાવડીમાં સંગ્રહ કરો. ખેતતલાવડીનાં પાણીનો જીવન બચાવ પિયત માટે ઉપયોગ કરો.
  • જમીનમાં ભેજનું સંરક્ષાણ કરો. જરૂર પૂરતી ખેડ/આંતરખેડ કરો. મલ્ય વાપરો. આવરણનો ઉપયોગ કરો. સેન્દ્રિય ખાતરો પૂરતાં પ્રમાણમાં નાખો.
  • છોડ ઉપરથી ઉડી જતું પાણી (ઉસ્વેદન) ઘટાડો. કેઓલીનાઈટ જેવા પદર્થો છાંટો નીંદણ દૂર કરો.
  • યોગ્ય પાક અને વહેલી પાકતી જાતની પસંદગી કરો.
  • સમયસર વાવણી કરો.
  • છોડની પૂરતી સંખ્યા જાળવી રાખો.
  • જૈવિક અને સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરો.
  • આંતરપાક અથવા મિશ્ર પાકપધ્ધતિ અપનાવો.
  • યોગ્ય પાક ફેરદબલીનો અભિગમ અપનાવો.
  • પાક-સંરક્ષણ સમયસર કરો.
  • નીંદણનું સમયસર નિયંત્રણ કરો.
  • નાઈટ્રોજન બે હપ્તે અને ફોસ્ફરસ, પોટાશ પાયાના ખાતર તરીકે વાવતી વખતે ચાસમાં આપો.
  • ટપક સિંચાઈ કે ફુવારા પધ્ધતિ અપનાવો.

પિયત જમીનમાં રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા આટલું ધ્યાન રાખો :

 

દા.ત. શેરડીના પાકમાં હેકટરે રપ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧રપ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૧રપ કિ.ગ્રા. પોટાશ આપવાનો છે. તો ખાતરનો જથ્થો ગણીએ.

(અ) યુરિયા : સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ લઈએ તો...
યુરિયા : રપ૦ × ર.૧૭પ - પ૪૩.૭પ૦ કિ.ગ્રા. યુરિયા 
સુપર ફોસ્ફેટ : ૧રપ × ૬.રપ૦ - ૭૮૧.રપ કિ.ગ્રા. સુપર ફોસ્ફેટ 
મ્યુરેટ ઓફ પોટાશ : ૧રપ × ૧.૭રપ - ર૧પ.૬રપ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ 

  • ખેતરો સમતળ બનાવો, કયારા પણ સમતળ બનાવો જેથી એક સરખો ભેજ બધે જળવાઈ રહે.
  • પાણીની નીકો પાકી બનાવો, ઝમણ અટકાવો.
  • જરૂર તેટલા જ અને જરૂરી માત્રામાં જ માપી ને પાણી આપો, વધુ પાણી આપવાથી પાણીનું તળ ઉંચું આવે છે. ક્ષારોનો ભરાવો થાય છે. રોગ-જીવાત અને નીંદણ વધે છે.
  • વધુ પડતા પાણીથી / વધુ પડતા ભેજથી ખાતરોની કાર્યક્ષમતા ઘટે છે. જમીનની તંદુરસ્તી બગડે છે.
  • છોડની પૂરતી સંખ્યા જાળવો.
  • સયમસર નીંદણ કરો. (નીંદણ સરેરાશ ૩૦ કિ.ગ્રા., નાઈટ્રોજન, ૬ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૯૦ કિ.ગ્રા. પોટાશનું હેકટરે શોષણ કરે છે.)
  • સમયસર પાક-સંરક્ષણનાં પગલાં લો.
  • સેન્દ્રિય ખાતરો વધુ નાખો. લીલદો પડવાશ કરો. રાસાયણિક ખાતરોની સાથે સેન્દ્રિય ખાતરો પણ આપો.
  • ઉનાળામાં જમીનને ઉંડી ખેડીને તપવા દેવી.
  • જમીનનો નિતાર સારો જાળવો.
  • ભલામણ મુજબનાં જ ખાતરો વાપરો. વધારે ઓછા નહીં.
  • નિયમિત જમીનની ચકાણસી કરાવો. ક્ષારો અને ફળદ્રુપતાને જોતા રહો.
નાઈટ્રોજન કિ.ગ્રા. ફોસ્ફરસ કિ.ગ્રા. પોટાશ કિ.ગ્રા.
૧. યુરિયા ર.૧૭પ ૧. સુપર ફોસ્ફેટ ૬.રપ૦ ૧. મ્યુરેટ ઓફ પોટાશ ૧.૭રપ
ર. એમોનિયમ સલ્ફેટ ૪.૮પપ ર. ડી.એ.પી. ર.૧૭પ ર. સલ્ફેટ ઓફ પોટાશ ર.૦૮૩
૩. એમોનિયમ નાઈટ્રેટ ૩.૦૩૦   (૪૦૦ ગ્રામ નાઈટ્રોજન મળે)    
૪. કેન ૪.૦૦૦        
પ. એમોયિનમ સલ્ફેટ નાઈટ્રેટ ૩.૮૪પ        

                (બ)ડી.એ.પી. અને યુરિયા અને મ્યુરેટ ઓફ પોટાશ લઈએ તો...
                ડી.એ.પી. : ૧રપ × ર.૧૭પ - ર૭૧.૮૭પ કિ.ગ્રા.
                ડી.એ.પી. : ૪૦ × ૧રપ - પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન મળે. 
                યુરિયા : રપ૦.પ૦ - ર૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન માટે ર૦૦ × ર.૧૭પ - ૪૩પ કિ.ગ્રા. યુરિયા 
                મ્યુરેટ ઓફ પોટાશ : ૧રપ × ૦.૭રપ - ર૧પ.૬રપ કિ.ગ્રા. 

ખાતરો મિશ્ર કરવાના સામાન્ય સિધ્ધાંતો

  • યુરિયા ભેજગ્રાહી હોવાથી વાપરતી વખતે જ બધાં ખાતર સાથે મિશ્ર કરી શકાય. અગાઉથી મિશ્ર કરવાથી લોદો થઈ જાય છે.
  • યુરિયા ભેજગ્રાહી હોવાથી વાપરતી વખતે જ બધાં ખાતર સાથે મિશ્ર કરી શકાય. અગાઉથી મિશ્ર કરવાથી લોદો થઈ જાય છે.
  • સુપર ફોસ્ફેટ અને ડી.એ.પી.ને કેલ્શિયમ સાઈનેમાઈડ, બેઝીક સ્લેગ કે ચૂના સાથે મિશ્ર કરવાથી ફોસ્ફરસ અદ્રાવ્ય બની જાય છે માટે મિશ્ર કરાય નહિ.
  • કેમ્યુરેટ ઓફ પોટાશ, સલ્ફેટ ઓફ પોટાશ, યુરિયા, સુપર ફોસ્ફેટ કે ડી.એ.પી. સાથે વાપરતી વખતે જ મિશ્રણ બનાવવું, નહીં તો લોદો થઈ જશે (ભેજગ્રાહી છે.)