NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

રાસાયણિક નિંદણ નિયંત્રણ

  મજુરની તીવ્ર અછત તથા હાથ વડે નિંદણમાં ખર્ચનું વધુ પ્રમાણ જોતા નવા ગૃપની નિંદણનાશક દવાઓ નિંદણનો પ્રત્યક્ષા નિયંત્રણ કરવા અગત્યનો ભાગ ભજવે છે. નિંદણનાશક દવાઓ હાથથી નિંદણ કરવા કરતાં આથર્થિક રીતે પોષણક્ષમ હોય છે. રોપાણ ડાંગરમાં ૬૦ થી વધુ નિંદણનાશક દવાઓનો ઉપયોગ થાય છે. આપણાં દેશમાં ડાંગર એક એવો પાક છે કે જેમાં સૌથી વધુ નિંદણ નાશક દવાઓનો ઉપયોગ થાય છે, જો કે આ દવાઓનો રોપાણ તથા પિયત ડાંગરમાં ઉપયોગ થાય છે. મોટા ભાગની નિંદણનાશક દવા પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે જેને પાણીમાં દ્દાવણ બનાવી નિંદણ ઉગવા પહેલાં તેમજ ઉગ્યા બાદ વાપરી શકાય છે.

નિંદણ ઉગતા પહેલાં આપવામાં આવતી અગત્યની નિંદણનાશક દવાઓ

  • બ્યુટાકલોર (૧.પ કિગ્રા/હે), થાયોબેનકાર્બ (૧.૦ કિગ્રા/હે), એનીલોફોસ (૦.૬ કિગ્રા/હે), પેન્ડીમીથેલીન (૧.પ કિગ્રા/હે) અને પ્રીટીલાકલોર (૦.૮ કિગ્રા/હે) પૈકી કોઈ એક નિંદણનાશક દવા ડાંગરની રોપણી પછી ૪-૧૦ દિવસમાં આપવામાં આવાથી અસરકારક નિંદણ નિયંત્રણ થાય છે.

નિંદણ ઉગ્યા પછી આપવામાં આવતી દવાઓમાં

  • પ્રોપેનીલ (ર.૦ કિગ્રા/હે) રોપણી પછી ર૦ દિવસ પછી આપવામાં આવે તો તે નિંદણ નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક માલૂમ પડેલ છે.
  • ફેનોકસાપ્રોપ-પી-ઈથાઈલ(૬૦ ગ્રામ/હે), ઈથોકસીસલ્ફયુરોન (૧પ ગ્રામ/હે), ફલુફેનાસેટ (૧ર૦ ગ્રામ/હે), સીનમીથેલીન (પ૦ ગ્રામ/હે) અને ઓકસાડાયરીલ (૧૦૦ ગ્રામ/હે) પૈકી કોઈ એક નિંદણનાશક દવા ડાંગર રોપણી પછી ૧૦-૧પ દિવસમાં આપવાથી ઘણાં પ્રકારના નિંદણો દુર કરવામાં અસરકારક છે.
  • ઈથોકસીસલ્ફયુરોન + એનીલોફોસ (ર૦ + ૩૧૦પ ગ્રામ/હે) રોપણીના ૧૦ દિવસ પછી,
  • કલોરીમ્યુરોન + મેટાસલ્ફયુરોન મીથાઈલ (૪ ગ્રામ/હે) રોપણીના ર૦ દિવસ પછી,
  • ઈથોકસીસલ્ફયુરોન + ફેનોકસાપ્રોપ-પી-બ્યુટાઈલ (૧૦-૪પ ગ્રામ/હે) રોપણીના ૧૦ દિવસ પછી
  • કલોનાઝોન (ર૦૦ ગ્રામ/હે) અને ર-ડીઈઈ (૩૦૦ ગ્રામ/હે) દવાનુ મિશ્રણ રોપણીના પ દિવસ પછી આપવાથી મોટા ભાગના નિંદણોના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે.
  • સલ્ફોનાઈલયુરીયા ગૃપની માઈક્રો હર્બીસાઈડ જેવી કે પાયરાઝોસલ્ફયુરોન ઈથાઈલ (કભ), બેનસલ્ફયુરોન મીથાઈલ (ખકો), ટ્રાયસલ્ફયુરાન (તકા), ટ્રાયસલ્ફયુરાન (તકા) + પ્રીટીલાકલોર બીજી ભલામણ કરેલ નિંદણનાશક દવાઓ જેવી કે બ્યુટાકલોર, પ્રીટીલાકલોર સાથે કેન્દ્રીય ચોખા સંશોધન સંસ્થા, કટક ખાતે અભ્યાસ કરવામાં આવેલ જેમાં ટ્રાયસલ્ફયુરાન + પ્રીટીલાકલોર (૯ + પ૦૦ ગ્રામ/હે) રોપણીના ૧૦ દિવસ પછી આપવાથી અસરકારક નિંદણ નિયંત્રણ તથા વધુમાં વધુ ડાંગરનું ઉત્પાદન મળેલ છે.

આ રીતે રોપાણ ડાંગરમાં સલ્ફોનાઈલયુરીયા ગૃપની સાબિત થયેલ દવા મોટાભાગના નિંદણોના નિયંત્રણ માટે અસરકારક છે. જો કે એક જ પ્રકારની નિંદણનાશક દવાનો ઉપયોગ નિંદણમાં પ્રતિકારકતા ઉત્પન્ન કરે છે, આથી એકની એક દવાનો ઉપયોગ ટાળી દવાની ફેરબદલી કરવી જોઈએ.

આમ રોપાણ ડાંગરમાં સંકલિત નિંદણ વ્યવસ્થાપન, પરોક્ષા પધ્ધતિઓ જેવી કે યોગ્ય જમીનની તૈયારી, પાણીનું વ્યવસ્થાપન વગેરે સાથે પ્રત્યક્ષા નિંદામણ નિયંત્રણ પધ્ધતિઓ જેવી કે યાંત્રિક તથા રાસાયણિક નિંદણ નિયંત્રણનું સંકલન કરવાથી નિંદણનું પ્રમાણ ઘટાડી, ડાંગરનું ઉત્પાદન પપ૦૦-૬૦૦૦ કિગ્રા/હે મેળવી શકાય છે.

                                  Paddy Root Paddy Root