વાવણી સમય અને પદ્ધતિ
-----------------------------
૧લી જુલાઈ થી ૧પ જુલાઈ સુધીનો સમય રોપણી માટે ઉતમ છે. રપ થી ૩પ દિવસનું ત્રણથી ચાર પાનવાળું ચીપાદાર ધરુ હારમાં ર૦×૧પ અથવા ૧પ× ૧પ સે.મી.ના અંતરે દરેક ખામણે બે છોડ રોપવા. રોપણી પહેલાં ધરુના મૂળને જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટર, (બી.એફ.૧૦૧૩) અથવા એઝોસ્પીરીલીમ(એ.એસ.એ.૧) ના ૧ મીલી દ્રાવણમાં ૧૦૮ જીવંત જીવાણુંઓ હોય તેવા દ્રાવણમાં ૧પ મીનીટ બોળીને અને બાકીના દ્રાવણને રોપણી પહેલાં જમીનમાં આપવાથી એક હેકટરે રપ કિ.ગ્રા. નાઈટ્રોજનની બચત થાય છે. રોપણી સમયે કયારીમાં બહુ પાણીન રાખવું જેથી ધરુ સારી રીતે ચોંટી જાય. મધ્ય ગુજરાત તેમજ દ.ગુજરાત માં ફણગાવેલ ડાંગરના બીજ(૪૦ કિ./હે.) ધાવલ કરેલ કયારીમાં પાણી ઓછુ રાખીને પુંખીને કે લાઈનમાં (રર.પ સે.મી..) વાવવાની ભલામણ છે. જે રોપણીનું ખર્ચ ધ્ાટાડવામાં ઉપયોગી છે.
ધરૂવાડીયાની માવજત
-----------------------
ધરૂવાડિયું :
----------
ધરૂવાડિયાની જમીન સહેજ ઉંચાણવાળી, રસ્તાની નજીક, પિયતની સગવડ વાળી, નિંદણમુકત હોવી જોઈએ. જમીન હળ અને કરબથી ખેડીને ભરભરી બનાવી સમાર મારી સમતળ બનાવવી. સારુ તંદુરસ્ત અને ચીપાદાર ધરૂ ઉછેરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
૧. એક હેકટરની રોપણી માટે ૧ મીટર પહોળા, ૧૦ મીટર લાંબા અને ૧પ સે.મી. ઉંચાઈના ૮૦ થી ૧૦૦ કયારા બનાવવા.
ર. કયારા દીઠ ર૦ કિલો છાંણીયું ખાતર, ર કિલો દિવેલીનો ખોળ, પ૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ અને પ૦૦ ગ્રામ સુપર ફોસ્ફેટ આપી જમીનમાં ભેળવી દેવું.
૩. કયારામાં ૧૦ સે.મી. ના અંતરે છીછરા ચાસ ખોલી જુનના પ્રથમ પખવાડીયામાં આગળ જણાવ્યા પ્રમાણે બિયારણનો જથ્થો લઈ હારમાં વાવેતર કરવું.
૪. બીજની વાવણી બાદ ર૪ કલાક સુધી ગાદી કયારા ઉપર ર સે.મી. પાણી ભરી રાખવું ત્યારબાદ ધરૂવાડિયામાં ભેજ રહે તે રીતે પાણી આપવું.
પ. બીજની વાવણી બાદ ૧૦-૧ર દિવસે કયારા દીઠ રપ૦ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂતર્િ ખાતર તરીકે આપવું. અને ત્યાર બાદ ફરી ૮ દિવસે કયારા દીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું.
૬. ઘરૂવાડિયામાં કીટકના નિયંત્રણ માટે કાબર્ોફયુરાન ૩ ટકા દાણાદાર દવા કયારા દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે પાયાનંુ ખાતર આપતી વખતે જમીનમાં આપવી.
૭. નિંદણ કાર્ય જરૂરીયાત પ્રમાણે કરવું.
૮. ધરૂવાડિયામાં પાણીની ખેંચ પડે તો જમીનના ક્ષાારો ઉપર આવે છે. અને લોહતત્વની ઉણપને લીધે ધરૂના પાનની ધારો ઉપરથી સફેદ (સફેદ કલોરોસીસ) દેખાય છે. આ સંજોગોમાં સતત ર થી ૩ વખત પાણી ભરી નિતાર કાઢવું અને પછી પાણી ભરી રાખવું. પાણીની પૂરતી સગવડ ન હોય તો ૧૦ ગુંઠાના ધરૂવાડીયામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦૦ ગ્રામ ચુનો પ૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી પણ લોહતત્વની ઉણપ દૂર કરી શકાય છે. તથા દરેક કયારા દીઠ વધારાનું ૪૦૦ ગ્રામથી પ૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું.
૯. સામાન્ય રીતે ર૧ થી રપ દિવસે ધરૂ રોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે.
ધરૂવાડીયાની માવજત
ધરૂવાડીયાની માવજતફેરરોપણી :
----------
ડાંગરની ફેરરોપણી માટે જુલાઈનું પ્રથમ પખવાડીયું આદર્શ સમય છે. ડાંગરની ફેરરોપણી બે હાર વચ્ચે ર૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧પ સે.મી.નું અંતર જાળવી થાણા દીઠ બે છોડ રોપવા. દક્ષિાણ ગુજરાતની નવસાધ્ય કરેલ ક્ષાારીય ભાસ્િમક જમીનમાં બે હાર વચ્ચે ૧પ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખી દરેક ઠાણા દીઠ ત્રણ છોડ રોપવા.
ફેરરોપણી
ફેરરોપણી