Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
પુખ્ત માદા કીટક ડાળીની છાલના ટોચના ભાગમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતી ઈયળ છાલની નીચે કોરાણ કરી જમીન સુધી પહોંચે છે. વધુ ઉપદ્રવ હોય તો ઝાડ સુકાય જાય અને પછી મરી જાય છે.
આ જીવાત ની ઈયળ નિશાચર પ્રકૃતિની હોય છે અને ઝાડની છાલને કોતરીને ખાય છે. આ જીવાતના ઉપદ્રવ દરમ્યાન ઝાડની છાલ ઉપરથી ખાય છે અને કીટમળની ટેઢી મેઢી (સર્પાકાર) પટ્ટી/લાઈનો બનાવે છે. આ લાઈનો થડ ઉપર અથવા પ્રાથમિક શાખાઓ ઉપર બનાવે છે. આ બોગદા/લાઈનો થડ પર નીચથી ઉપરની તરફ જતાં જોવા મળે છે (ચિત્ર ૧).
દિવસ દરમ્યાન આ જીવાતની ઈયળ આ કીટમળની ગેલેરી/લાઈનોમાં છુપાયેલી રહે છે. આ જીવાતનું નિયંત્રણ એટલા માટે અધરૂં છે કારણ કે આ ગેલેરી/લાઈનોમાંથીજ છાલ કોતરી કોતરીને ખાય છે અને હગાર બહાર નાખતી આગળ વધે છે.
જે ઝાડ ઉપર આ જીવાતનો ઉપદ્રવ હોય તે ઝાડના થડ ઉપર કીટમળ/ હગારની ગેલેરી/ લાઈનો આસાનીથી દેખાય જાય છે. તેમજ ઉપદ્રવવાળી ડાળી નીચે વહેર જેવો ભુકો પડેલો જોવા મળે છે.
એવી વાડીઓ કે જેઓમાં પ્રબંધન સારી રીતે નથી થતુ અથવા બે ઝાડ બહુ ગીચમાં હોય તેઓમાં આ જીવાતનો ઉપદ્રવ શિયાળા અને ઉનાળામાં છુટાછવાયા પ્રમાણમાં જોવા મળે છે