Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
ચીકુમાં જુદી જુદી ફૂગો દ્વારા લાલ બદામી ટપકાં, રાખોડી ટપકાં અને છીંકણીયા ટપકાંના રોગો જોવા મળે છે.
બદામી ટપકાંનો રોગ શરૂઆતમાં પાન ઉપર બદામી રંગના ટપકાં જોવા મળે છે (ચિત્ર ૧ અને ર). જે સમય જતા એકબીજા સાથે ભળી જઈ ધાબારૂપે જોવા મળે છે. જેનો ઉપદ્રવ વધતાં પાન સુકાઈને ખરી પડે છે. રોગનો ઉપદ્રવ વધારે હોય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.
રાખોડી ટપકાંમાં શરૂઆતમાં પાન પર પીળા ટપકાં જોવા મળે છે જે સમય જતા ટપકાં રાખોડી રંગનાં થાય છે (ચિત્ર ૩). ઉગ્ર સ્વરૂપ પકડે ત્યારે પાન આખુ પીળું પડી જાય છે. ટપકાંમાં ફૂગના અસંખ્ય કાળા રંગના બારીક અવશેષો જોવા મળે છે.
છીંકણીયા ટપકાંમાં પાન પર શરૂઆતમાં નાના ગોળ કે ગુલાબી કે છીંકણીયા રંગના ટપકાં પડે છે (ચિત્ર ૪). જેનુ કેન્દ્ર સફેદ હોય છે. સમય જતા પાન સુકાઈને ખરી પડે છે અને પાનખરી જવાને કારણે ઉત્પાદન પર અસર થાય છે.
ખાસ કરીને રોગનો ઉપદ્રવ ઓકટોબર થી ડિસેમ્બર માસમાં આ ટપકાંઓનું પ્રમાણ વધુ જોવા મળે છે.