Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
આ જીવાતના બચ્ચાં અને પુખ્ત માદા કીટક કૂમળી પાનની ડાળીઓ, ફળના ડીંચા આગળ સ્થાયી થઈને સતત રસ ચૂસીને નુકશાન કરતા જોવા મળે છ (ચિત્ર ૧ અને ર). પરિણામે ડાળીઓ (ચિત્ર પ) અને ફળો કાળા રંગના થઈ જાય છે (ચિત્ર ૪) અને ફળોની ગુણવતા ઘટે છે અને બજારમાં ચીકુના ફળની કિંમત ઘણી ઘટી જાય છે.
આ જીવાત ચીકુની નવી કૂંપળોના પાનને નુકસાન પહોંચાડે છે પરિણામે પાન પીળા પડી જાય છે (ચિત્ર ૬).
આ જીવાતની બચ્ચાં અને પુખ્ત માદા કીટક જયારે રસ ચુસે છે ત્યારે મધુ રસ ઝાડના બીજા પાન/ ડાળી ઉપર પડે છે ત્યાં પછી કાળી ફૂગ અને કીડીનું આકર્ષણ થાય છે અને કીડી ધ્વારા એક ઝાડથી બીજા ઝાડમાં ફેલાય છે (ચિત્ર ૩). કેટલીક વખત લાલ કીડીઓ બચ્ચાંને ઝાડ પરચઢાવામાં આડકતરી રીતે મદદ કરે છે.
આ જીવાતના ઉપદ્રવ શિયાળા અને ઉનાળાની માર્ચ થી જુન દરમ્યાન ખાસ કરીને ફળ આવતા હોય ત્યારે વધુ પ્રમાણ્માં જોવા મળે છે.