Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
આ જીવાતની ઈયળ (ચિત્ર ર) અને પુખ્ત કીટક (ચિત્ર ર) ઝાડના થડ, પ્રાથમિક શાખાઓ અથવા નવી ડાળીઓની છાલને અંદરનો ભાગ કોરી ખાય છે અને સર્પાકાર પટ્ટી/લાઈનો બનાવે છે. આ જીવાતથી ઉપદ્રવિત ઝાડના થડ (ચિત્ર ૧), પ્રાથમિક શાખાઓ (ચિત્ર ૪) અને નવી ડાળીઓ (ચિત્ર પ) પર અસંખ્ય કાણાં બનાવે છે, જેથી સમયાંતરે ઉપદ્રવિત ભાગ અને પાન સુકાઈ જાય છે.
ઉપદ્રવિત ઝાડ સૌથી પહેલા ઝાખું, પીળુ અને ફિકકુ પડી જાય છે અને ધીરે ધીરે સુકાવા લાગે છે (ચિત્ર ૬) તથા પાનનું ખરણ થઈ જાય છે. અસરગ્રસ્ત ઝાડ પર ડાયબેક જેવા રોગના લક્ષણો જોવા મળે છે અને પછી ઝાડ મરી જાય છે.
વાડીમાં સુકારો રોગ વધારે જોવા મળે તો આ જીવાતનું ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે.
આ જીવાતનો ઉપદ્રવ ચોમાસા અને શિયાળા ૠતુ દરમ્ચાન છુટાછવાયા પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે નબળા અને રોગગ્રસ્ત ઝાડને વધારે નુકસાન પહોંચાડે છે.