Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
ઈયળો મુખ્યત્વે પાન ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ૧). આ ઉપરાંત તે ફૂલની દાંડીઓ, ફૂલો, કળીઓ તેમજ કૂમળા નાના ફળને પણ નુકશાન કરે છે. સામાન્ય રીતે ઈયળો ચીકુના પાનનાં ઝૂમખાં તથા જાળાં બનાવી તેમાં ભરાઈને અંદર પાનનું હરિત દ્રવ્ય ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ર).
ઈયળ ખાસ કરીને કળી તથા ફૂલોને નીચેથી કાણું પાડી કોરી ખાઈને વધુ નુકસાન કરે છે (ચિત્ર ૩). ઈયળ અંદરનો ભાગ કોરી ખાય છે (ચિત્ર ૪), પરિણામે ફળો બેસતાં નથી.
ચીકુ મોથની ઈયળ એક થી બીજી કળીઓ તરફ આગળ વધે છે તથા કળી તથા ફુલોનાં ઝૂમખાં બનાવે છે (ચિત્ર પ). ઈયળ ફુલ અને કળીઓમાં ભરાઈને અંદરના ભાગ ખાઈને નુકશાન કરે છે તેનાંથી ઘણું નુકસાન થાય છે.
ચીકુની નવી ફૂટતી ડાળીઓ પર જોવા મળતા જાળાં તથા તેમાં કેટલાક સુકા પાનના લટકતા ઝૂમખાનો દેખાવ આ જીવાતના ઉપદ્રવની હાજરી દર્શાવે છે (ચિત્ર ૬).
સામાન્ય રીતે ઈયળ કળી અને ફૂલની આજુબાજુ રેશમી તાંતણાઓ વડે જાળું બનાવી તેમાં ભરાઈને કળી કે ફુલના નીચેના ભાગમાં કળી કોરનાર ઈયળની સરખામણીમાં મોટું કાણું પાડીને દાખલ થાય છે. કાણું હગારથી પુરાઈ જાય છે. આ રીતે કોરનાર ઈયળની ઉપદ્રવિત કળી કે ફૂલ કરતાં તેનું નુકશાન અલગ પાડી શકાય છે. ઈયળ અવસ્થા દરમ્યાન આ જીવાત આશરે ૧૦ થી ૧પ કળીઓને નુકશાન કરે છે.
નાના ફળોમાં ડીંટા આગળ કાણું પાડીને પણ નુકસાન કરે છે (ચિત્ર ૭). કાચા અને પરિપકવ બન્ને પ્રકારના ફળોમાં આ જીવાત કાણા કરે છે જેથી ફળ ઉપર કાણા તથા જીવાતની હગાર રેશમી જાળા સાથે જોવા મળે છે (ચિત્ર ૮).
આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ જયારે નવી કૂંપળો ફૂટે અને કળીઓ બેસે ત્યારે ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ જીવાતનો મે–જૂન તથા નવેમ્બર–ડિસેમ્બર મહિનામાં ઉપદ્રવ વધુ જોવા મળે છે.