Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
આ જીવાત ચીકુના ફળની સાથે સાથે ચીકુના પાન, કળી અને ફુલને પણ નુકસાન પહોંચાડે છે. કાચા અને પરિપકવ બન્ને પ્રકારના ફળોમાં આ જીવાત કાણા કરે છે જેથી ફળ ઉપર કાણા દેખાય છે (ચિત્ર ૬.૬). ઘણીવાર ઈયળ આ કાણામાંથી નિકળતી દેખાય છે.
આ જીવાતના ઉપદ્રવથી ફળો ખાવા લાયક રહેતા નથી કેમકે ઈયળ ફળના અંદર માવાના બધા કોષોને નુકસાન પહોંચાડે છે (ચિત્ર પ). લગાતાર ખાવાથી આ જીવાતની હગાર રેશમી જાળા તથા ઝૂમખાં સાથે ઘણીવાર ફળ , પાન, કળી અને ફુલ ની અંદર અથવા ઉપર જોવા મળે છે (ચિત્ર ૧ અને ૩)P
ઉપદ્રવિત ફળ જયારે જાળા સાથે જમીન ઉપર પડે ત્યારે આ જીવાતની ઈયળ કોશેટોમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા જમીનની અંદર થાય છે અથવા કોશેટો ઉપદ્રવિત ફળ ઉપર બનાવે છે (ચિત્ર ૭).
કોઈ વાર એવુ પણ થાય કે જે કાણામાંથી બીજ કોરી ખાનાર ઈયળ ફળ માંથી નીકળે તે કાણાંમાંથી આ જીવાત ફળની અંદર જઈને માવો બગાડે છે. આ જીવાતની ઈયળ જુદા જુદા રંગની જોવા મળે છે (ચિત્ર ર અને ૪). આ જીવાતનું પુખ્ત કીટક પીળા રંગનું અને કાળા ટપકાં હોય છે (ચિત્ર ૮).
આ જીવાતનો સોથી વધારે ઉપદ્રવ ફળ આવતા હોય ત્યારે માર્ચ થી મે માસમાં દેખાય છે. છેલ્લા અમુક વર્ષોથી આ જીવાતના ઉપદ્રવ ચીકુમાં વધતા જોવા મળે છે.