Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નીચે પડેલાં તથા ઉપદ્રવિત અને અર્ધ પાકેલાં ફળા[સમયાંતરે નિયમિત ભેગાં કરી તેનો નાશ કરવો.
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવા અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
પરજીવી અને પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયત્નો કરવા જોઈએ.
ચીકુના નવા વાડીમાં ઉપદ્રવના પ્રારંભિક તબકકે ફળની કથીરીના નિયંત્રણ માટે પ્રમાણિત કથીરીનાશક દવાઓનો ઉપયોગ કરવો. વધુ ઉપદ્રવ હોય તો ઈથીઓન પ૦ ઈસી ર૦ મી.લી. અથવા પ્રોપરગાઈડ પ૭ ઈસી ૧૦ મી.લી. પૈકી કોઈપણ વૈકલ્પિક દવા ૧૦ લીટર પાણીમાં દવાનો છંટકાવ જરૂરિયાત ના આધારે અથવા ૧પ દિવસના અંતરે ર થી ૩ વખત છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવાથી ફળની કથીરી નિયંત્રણ કરી શકાય છે. કોઈપણ દવાના સતત બે છંટકાવ કરવા જોઈએ નહી.