Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
લાલ કીડીનો ઉપદ્રવ પાન ઉપર જોવા મળે છે (ચિત્ર ૧) તે પછી લાલ કીડી કુમળા પાનના રેશમી તાંતણા ગુંથીને (ચિત્ર ર) માળો બનાવી તેમાં રહે છે (ચિત્ર ૩).
લાલ કીડીથી ઉપદ્રવીત પાન સુકાય જાય છે અને ઝાડના ઉપર કીડીએ બનાવેલ સુકાઈ ગયેલ પાનનો માળો દુરથી ઓળખી શકાય છે (ચિત્ર ૪).
તે સીધે સીધું કોઈ નુકસાન કરતી નથી પરંતુ તેના માળામાં ચીકટો, ભીંગડાવાળી જીવાત અને મોલો મશી જેવા કીટકોને તેમના કુદરતી દુશ્મનો સામે રક્ષણ આપે છે અને આ કીટકોનું એક ઝાડ પરથી બીજા ઝાડ પર વહન કરે છે.
લાલ કીડીનો ઝાડના થડ ઉપર ઉપદ્રવ જોવા મળે છે (ચિત્ર પ) જેથી ફળ તોડવા ચડેલા માણસને ચટકા ભરી હેરાન કરે છે.
ચીકુના ઝાડ ઉપર લાલ કીડીના સિવાય કાળી કીડી પણ જોવા મળે જે ફળ ઉપર માટીના ઝુમખાં બનાવે (ચિત્ર ૬).
સામાન્ય રીતે તે આખા વર્ષ દરમ્યાન આ જીવાતની કાર્યશીલતા જોવા મળે છે પણ ચોમાસામાં તેની કાર્યશીલતા ઘટી જાય છે.