Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
પુખ્ત કીટક મોટા કદના અને બદામી રંગના હોય છે (ચિત્ર ૪).
ઈયળ માંસલ, લાંબી આશરે ૭ થી ૮ સે.મી. લાંબી અને તેના શરીર પર લાંબા ઘેરા રંગના વાળ હોય છે (ચિત્ર ૧ અને ર). ઈયળ મોટી સંખ્યામાં પાન ખાઈને નુકશાન કરે છે. ઈયળો રાત્રીના સમયે ઝાડની ડાળી પર સમૂહમાં ચોંટી રહે છે.
આ જીવાતની ઈયળ અવસ્થા પાન ખાય છે અને ઝાડના બધાજ પાન ખાઈને ઝાડને પાન વિહોનું થઈ જાય છે. આ જીવાત ટોંચના કુમળા પાન અને કુપળ ઉપર સોથી પહેલા હુમલો કરે છે અને નવી કુપળની કિનારી ખાય છે (ચિત્ર ૩).
ચીકુની એવી વાડીઓ જેમા આંબા અથવા એવા ઝાડ હોય જે આ જીવાત માટે યજમાનનું (પરપોષી ઝાડ) કામ કરે ત્યાં આ જીવાત વધારે જોવા મળે છે.
ઈયળ કયારેક શિયાળાની ૠતુ દરમ્યાન નવેમ્બર થી જાન્યુઆરીમાં નવા પાન ઉપર જોવા મળે છે. આ સિવાય ઉનાળામાં જયારે નવા પાન આવે ત્યારે પણ જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ છુટાછવાયા પ્રમાણમાં જોવા મળે છે.