શેરડીનું વાવેતર પ્રમાણમાં પહોળા ગાળે કરવામાં આવતું હોય છે. શેરડીના પાકની બે હર વચ્ચે ૩ થી ૪ ફૂટનું અંતર હોય છે. શેરડીનાં પાકની શરૂઆતમાં વૃધ્ધિ ખુબ ધીમી હોય છે. આથી શરૂઆતના વિકાસનાં સમયગાળા (૯૦ થી ૧૨૦ દિવસ) સુધી શેરડીની બે હાર વચ્ચે ખાસ્સી એવી ખુલ્લી જગ્યા હોય છે. આથી આ ખુલ્લી જગ્યામાં ટુંકા ગાળાનાં અને ઓછી ઊંચાઈ ધરાવતા વધુ ઉત્પાદન આપતા પાકોનું વાવેતર કરી શકાય. જેનાથી ખેડૂતોની વધારાની આવક મળી શકે છે. ઉપરાંત ખુલ્લી જગ્યામાં નિંદામણ વધુ થતું હોય આંતરપાક કવર પાક તરીકે કામ કરતું હોય નીન્દામાંનનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. શેરડી સાથે આંતરપાક તરીકે મગ, પાપડી, કાંદા, ધાણા, લસણ, ગલગોટા, કોબી, ફ્લાવર વિગેરે પણ લઇ શકાય. અખાતારાના પરિણામો પરથી સાબિત થયેલ છે કે શેરડીમાં આંતરપાક તરીકે ચણા અથવા ડુંગળી અથવા લસણનું વાવેતર આર્થીક રીતે વધુ પોષણયુકત છે. તેમ છતાં ખેડૂત મિત્રો ખેતીની અનુકૂળતા મુજબ અન્ય આંતરપાકો પણ લઈ શકે. જયાં ચણાનો આંતરપાક લેવાનો હોય ત્યાં શેરડીની વાવણી બાદ ત્રણ થી ચાર દિવસે ચણાની વાવણી કરી (ર અથવા ૩ હાર) બાદ પેન્ડીમીથાલીન ૧.૦ (કિ.સ.ત.)/હે. પ્રમાણે નિંદણનાશક દવા છાંટવી. રવિ મગ કો-૪ અથવા જીએનઆઇબી-૨૧ (વેલા વગરની પાપડી)નો આંતરપાક પણ લઈ શકાય. દક્ષિણ ગુજરાતમાં કઠોળ પાકો જેવા કે શિયાળુ મગ, વાલ-પાપડી વગેરે લેવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય અને વધારાની આવક મેળવી શકાય. આમ શેરડીના પાકને વધુ નાઈટ્રોજન મળવાથી શેરડીનાં પાકને અનુકુળ થઇ શકે અને રોગચાળાના પ્રશ્નો ઓછા આવી શકે.
શેરડીમાં વિવિધ આંતરપાક


શેરડીમાં મગનો આંતરપાક શેરડીમાં પાપડીનો આંતરપાક


શેરડીમાં કોબીજનો આંતરપાક શેરડીમાં ફ્લાવરનો આંતરપાક

શેરડીમાં ચણાનો આંતરપાક શેરડીમાં બીટનો આંતરપાક