સામાન્ય રીતે શેરડીના પાકમાં ર થી ૩ વખત બળદ અથવા ટ્રેકટરથી આંતરખેડ કરવી જોઈએ. જેથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે તેમજ જમીન ભરભરી બનતાં પાળા ચઢાવવામાં સુગમતા રહે. શેરડીમાં ૯૦ અને ૧૪૦ થી ૧૪પ દિવસે એમ બે વખત પાળા ચઢાવવા જોઈએ. શેરડીના રોપણ બાદ ૯૦ દિવસે હળવા પાળા ચઢાવવા જયારે ૧૪૦ થી ૧૪પ દિવસે છેવટનાં ભારે કદના પાળા ચઢાવવાથી શેરડીમાં વધારાના પીલાનું તથા ડૂખ વેધકનું નિયંત્રણ થાય, ખાતર જમીનમાં ભળે તેમજ નિંદણનું નિયંત્રણ થાય છે. થડમાં માટી પડવાથી શેરડી મોટી થતાં ઢળી પડતી નથી. વળી ચોમાસામાં વધારાના પાણીનાં નિતાર માટે પણ ઉપયોગી થઈ શકે. જેથી પાળા ચઢાવવા ફાયદાકારક છે.