ખાંડ ઉધોગને એનર્જી હબ તરીકે જોતાં ફક્ત ખાંડ ઉત્પાદન સાથે બાયપ્રોડક્ટ તરીકે મોલાસીસમાંથી ઇથેનોલ અને બગાસમાંથી પાવર મેળવી શકાય તેમ છે અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી છે. સામાન્ય રીતે મીઠાશ તરીકે વપરાતી ખાંડનો કેમીકલ ઈન્ડસ્ટ્રીઝમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મુખ્યત્વે સુક્રોઝમાંથી એસીટીક એસિડ, સાઇટ્રીક એસિડ, સાઈટ્રેટ, લેકટીક એસિડ, લેકટેટ, ગ્લુટામેટ, આઇસીન, ઝાયલીટોલ(ઝાયલોઝ), એસીટોન/બ્યુટાનોલ, ૨-૩ બ્યુટેનેઇડોલ અને પોલીહાઇડ્રોકસી બ્યુટરેટ (PHB) મેળવી શકાય છે.
આમ, આવનારા વર્ષોમાં આ પાક દ્રારા ઘણા વિકલ્પો મળી શકે તેમ છે. આમ સુગરફેક્ટરીને “એગ્રો પ્રોસેસીંગ કોમ્પલેક્ષ” તરીકે બદલી ખાંડની સાથે નવી પ્રોડકટો બનાવી વધુ આવક મેળવી શકીએ. આમ નવી જાતો અને નવી ટેકનોલોજીનો સમન્વય કરી ખેડૂતોની આવક બમણી કરી શકાય તેમ છે. વર્તમાન પરિસ્થિતિમાં સંશોધનમાં પણ નવા સાધનો, ટેકનોલોજી (બાયો ઇન્ફોર્મેટીકલ), ટ્રાન્સજીન વિગેરે ટેકનોલોજીનો ઉપયોગ કરી જરૂરિયાત પ્રમાણે નવી જાતો વિકસાવી શકાય તેમ છે.