ગરમ ભેજવાળી આબોહવા આ પાકને માફક આવે છે. વાવેતરના સમયે ૧ર0 સે. થી ઓછું ઉષ્ણતામાન હોય ત્યારે ઉગાવો ઓછો જોવા મળે છે. શેરડીનાં પાકને પરિપકવ થવા માટે સૂકી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. શેરડીનો પાક વધતા ઓછા પ્રમાણમાં બધા જ હવામાનમાં થઈ શકે છે.