શેરડીની રોપણી બાદ ૩૦ દિવસે એસીટોબેકટર અને ૬૦ દિવસે એઝેટોબેકટર એમ દરેક વખતે હેકટરે ર.પ લિટર કલ્ચર આપવું. આ કલ્ચરોને ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી એક રાત રાખ્યા બાદ ચાસની બાજુમાં ઓરીને આપવું. આ ઉપરાંત પાળા ચઢાવતી વખતે ૦.પ % એસીટોબેકટર જૈવિક ખાતર આપવું.