NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    જસત (ઝીંક Zn)

જસત (ઝીંક Zn)

લક્ષણો :

• પાનમાં એન્થ્રોસાયનીન નામના રંજદ્રવ્યનું વિકાસ થાય છે.

• પાનની મુખ્ય નસો લીલા કલર (નીખરેલો) દેખાય છે.

• પાનની નસો પાસેથી કલોરોફીલ દૂર થવાથી પટ્ટીવાળું  દેખાય છે.

• ખૂબજ ઉણપમાં કિનારી (મેરી સ્ટેમ) પર વિકાસ રૂંઢાયેલો જોવા મળે છે.

• પીલા ઓછા નીકળે અને આંતરગાંઠ વચ્ચેનું અંતર ઓછુ જોવા મળે

  • પાતળા સાંઠા અને સુકાયેલા જોવા મળે છે.

ઉપાય :

જમીનમાં ૩૭.પ કિલો ઝિંક સલ્ફેટ પ્રતિ હેકટર મુજબ છેલ્લાં ખેડ પહેલા આપવું જોઇએ. પ્રતિ હેક્ટરે ૧૦૦૦ લિ. પાણીમાં ૫ કિગ્રા. ઝીંક સલ્ફેટ અને ૨.૫ કિગ્રા. ચૂનાનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.