શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧ર૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો જરૂરી છે. નિંદણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ દ્બારા કરતા રહેવું જોઈએ. તેમ છતા પુરતા પ્રમાણમાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીચે જણાવ્યા પૈકીની ગમે તે એક નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવુ જરૂરી છે.
(૧) એટ્રાઝીન: (પ્રિ-ઈમરજન) ર.૦ કિ.ગ્રા. સક્રીય તત્વ પ્રતિ હેકટર છાંટવું અને ર,૪-ડી સોડીયમ સોલ્ટ વાવણીનાં ૬૦ દિવસ પછી ૧.૦ કિ.સ.ત./હે. છાંટવું અથવા
(ર) મેટ્રીબ્યુઝીન (પ્રિ-ઈમરજન્સ) ૧.૦ કિ.સ.ત./હે. છાંટવું અને વાવણીના ૬૦ દિવસ પછી એક વખત હાથથી નિંદણ કરવું અથવા
(૩) પેન્ડીમીથાલીન (પ્રિ-ઈમરજન્સ) ૧.૦ કિ.સ.ત./હે. છાંટવું. અને વાવણીના ૬૦ દિવસ પછી એક વખત હાથથી નિંદણ કરવું અથવા
(૪) ગ્લાયફોસેટ ૧.૦ કિ.સ.ત./હે. વાવણીના ર૦ દિવસ બાદ છાંટવું અને વાવણીના ૬૦ દિવસ પછી એક વખત હાથથી નિંદણ કરવું.
ઉપરોકત નિંદણનાશક દવાઓ પૈકી કોઈપણ એક દવા હેકટરે ૬૦૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. સામાન્ય રીતે ડાંગર પછી શેરડીની રોપણી સમયે પેન્ડીમીથાલીન દવાનો ઉપયોગ ન કરવો. નિંદણનાશક દવાના છંટકાવ માટે ફલ્ડજેટ અથવા ફલ્ડફેન નોઝલનો ઉપયોગ કરી સારી ગુણવત્તાવાળુ ચોખ્ખુ પાણી વાપરવું.