Navsari Agricultural University
જાતોની પસંદગી:
--------------

ટામેટામાં સામાન્ય રીતે બે પ્રકારની જાત જોવા મળે છે નિયંત્રિત વૃધ્ધિવાળી અને અનિયંત્રિત વૃધ્ધિવાળી. નિયંત્રિત વૃધ્ધિવાળી જાતો મર્યાદિત સમયમાં વૃધ્ધિ વિકાસ પામી ટૂંકા સમયમાં ઉત્પાદન આપી જીવનકાળ પૂર્ણ કરે છે. જયારે અનિયંત્રિત વૃધ્ધિવાળી જાતો લાંબા સમય સુધી વૃધ્ધિ પામતા અને પથરાયેલા છોડ જીવનકાળ દરમ્યાન સતત ફૂલ-ફળ આપે છે. આ જાતોના વાવેતર માટે મંડપ/ટેલીફોન પધ્ધીત ખૂબ જ અનુકૂળ આવે છે.

- વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી, રોગ અને જીવાત સામે પ્રતિકારક જાતોની પસંદગી કરવી.
- સ્થાનિક બજારમાં માંગ, આબોહવા અને વિસ્તારને અનુરૂપ જાતોની વાવેતર માટે પસંદગી કરવી.

(ક) નિયંત્રિત વૃધ્ધિવાળી જાત:
------------------------------

૧. જૂનાગઢ રૂબી
------------------

આ જાત બીગસીલોરી અને પુસારૂબીના સંકરણ ધ્વારા તૈયાર કરી પસંદગી કરી ૧૯૭૯માં વાવેતર માટે સમગ્ર રાજયમાં ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના ફળ મધ્યમ કદના ગોળ, ખાંચા વગરના, પાકે ત્યારે લાલ રંગના દળદાર હોય છે. આ જાત અંદાજીત રપ૦ કિવન્ટલ/હેકટર ઉત્પાદન આપે છે અને પાનનો કોકડવા તેમજ લીલી ઈયળ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે.

ર. ગુજરાત ટામેટા-ર
---------------------

આ જાત અંગુરલતા અને પંજાબ છુહારા જાતના સંકરણ ધ્વારા તૈયાર કરી પસંદગી પામી અને ર૦૦૪માં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. આ જાતના ફળો મધ્યમ કદના, લંબગોળ, હ્રદયાકાર આકર્ષક ગાઢા લાલ રંગના છે. આ જાત જૂનાગઢ રૂબી અને પુસા રૂબી જાત કરતાં અનુક્રમે ૩ર.૩ અને ૧૬.ર ટકા જેટલું વધુ ઉત્પાદન આપે છે. તેમજ પાનનો કોકડવા અને સુકારા જેવા રોગો અને પાનકોરીયું ફળ કોરી ખાનાર ઈયળ સામે પ્રતિકારકતા ધરાવે છે. આ જાત અંદાજીત ૩૪૦ કિવન્ટલ પ્રતિ હેકટર જેટલું ઉત્પાદન આપે છે.

આ ઉપરાંત નિયંત્રિત વૃધ્ધિવાળી જાતોમાં રાષ્ટ્રીય કક્ષાએથી આપણા ઝોન માટે ભલામણ થયેલ જાતોમાં અવિનાશ-ર, પુસા હાઈબ્રિડ-ર, એઆરટીએચ-૩, એન.એ.પ૦૧ તેમજ એચ.આઈ.-૩૦૩ છે.

(ખ) અનિયંત્રિત વૃધ્ધિવાળી જાત:
-------------------------------
ગુજરાત ટામેટા-૧
------------
-
અનિયંત્રિત વૃધ્ધિવાળી આજાત સને ર૦૦રમાં સમગ્ર ગુજરાત રાજય માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના ફળ મધ્યમકદના ચાર ખાંચાવાળા, આકર્ષક લાલ રંગના હોય છે. જે જૂનાગઢ રૂબી કરતાં ૩૯.પ% વધુ ઉત્પાદન આપે છે. તેમજ પાનનો કોકડવા અને સુકારા જેવા રોગો સામે પ્રતિકારકતા ધરાવે છે. અંદાજીત ર૭૦ કિવન્ટલ પ્રતિ હેકટરે ઉત્પાદન આપે છે.

આ ઉપરાંત એન.એફ ૬૦૧, બી.એસ.એસ.ર૦, એન.એસ. રપ૩પ, એ.આર.ટી.એચ.-૪, એન.ટી.એચ-૬ જેવી જાતોને આપણા ઝોન માટે રાષ્ટ્રીય કક્ષાએથી ભલામણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓની જાતોમાં વૈશાલી, રૂપાલી, મહાબળેશ્વર-ર વગેરે જાતોનું વાવેતર જોવા મળે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.