Navsari Agricultural University

લીફકર્લ વાયરસ

વિષાણુ ધ્વારા ફેલાતો આ રોગ હજુ આપણે ત્યાં જોવા મળતો નથી. છતાં બીજા રાજયો જેવાં કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ખૂબજ વધુ પ્રમાણમાં ફેલાયેલ છે. આ રોગ ધ્વારા કપાસનાં પાકમાં વધુમાં વધુ ૭૦ થી ૭પ ટકા જેટલું નુકસાન નોંધાયેલ છે. સફેદમાખી આ રોગનો ફેલાવો કરે છે.

લક્ષાણો:

રોગની શરૂઆતમાં ઉપરનાં નવાં પાન ઉપર જાડી કાળી નસો દેખાય છે. પાન જાડા અને વાંકા વળેલા લાંબા દેખાય છે. પાનની નીચેની બાજુમાં મુખ્ય નસમાંથી લાંબા ગોળાકાર પાન આકારની (કુંપળો) વૃધ્ધિ પામેલી દેખાય છે. જેથી છોડની વૃધ્ધિ અટકી જાય છે. ફૂલ અને જીંડવાની સંખ્યા તથા કદ દ્યટી જાય છે.

નિયંત્રણ :

૧. રોગિષ્ટ છોડ ઉપાડીને નાશકરવો.
ર. સફેદમાખીનો ઉપદ્રવ દ્યટાડી રોગ ફેલાતો અટકાવવા માટે શોષ્ાક પ્રકારની કીટનાશક દવા છાંટવી.
૩. રોગ પ્રતિકારક જાત વાવવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.