Navsari Agricultural University

ગીર ઓલાદ

આ ઓલાદનું ઉત્‍પત્તિ સ્થાિન ગીરનાં જંગલો હોવાથી તે ઓલાદને ગીર ઓલાદ કહેવામાં આવે છે. આ ઉપરાંત એને કાઠિયાવાડી, સોરઠી, દેસાણ, ભોડાળી જેવાં ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે.

શારિરીક લક્ષણો:

આ ઓલાદના જાનવરો મઘ્યણમથી માંડી મોટા કદનાં તથા મજબૂત, સુદૃઢ બાંધાના હોય છે. આ ઓલાદના જાનવરોના રંગમાં વિવિધતા બહુ મોટા પ્રમાણમા જોવા મળે છે. તદૃન ઘેરા રાતા રંગના અને કયાંક સફેદ ટ5કાં કે નાનાં ધાબાંવાળા જાનવરો વધુ જોવામાં કે પસંદ કરવામાં આવે છે. કપાળ મોટું, ગોળ અને ઢાલના જેવું ઉપસેલું એ આ ઓલાદની વિશિષ્ટાતા છે. ગીર ઓલાદના તાજા જન્મેાલા નરનું (વાછરડા) વજન ર6 કિ.ગ્રા. અને માદાનું (વાછરડી) વજન ર4 કિ.ગ્રા. હોય છે. જયારે પુખ્ત વયની ગાયનું વજન 340 કિ.ગ્રા. થી 410 કિ.ગ્રા. અને પુખ્તન સાંઢનું વજન 500 કિ.ગ્રા. થી 540 કિ.ગ્રા. જેટલું હોય છે.

આર્થિક લક્ષણો :

ગીર ગાય દિૃઅર્થી ઓલાદ છે પણ ઘણાં આને દૂધાળ ઓલાદ તરીકે પણ ગણે છે.

1. પ્રથમ વિયાણની ઉંમર --> 46 થી 57 માસ
ર. બે વિયાણ વચ્ચેઉનો ગાળો --> 15 થી 17 માસ
3. વેતરનું સરેરાશ દૂધ ઉત્‍પાદન --> 1500 થી 1800 કિ.ગ્રા.
4. દૂધાળા દિવસો --> ર95 થી 375 દિવસ
5. વસુકેલા દિવસો --> 1ર3 થી ર05 દિવસ
6. દૂધમાં ચરબીનું પ્રમાણ --> 4.5 થી 5.5 ટકા
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.