મોગરાના છોડમાંથી નીકળતી વેલા જેવી ડાળીઓ કાપતા રહેવું. આ ઉપરાંત છોડને નવેમ્બર-ડિસેમ્બર માસમાં આરામ આપ્યા બાદ જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયે છોડને ૪૦ સે.મી. ઉંચાઈ રાખી છાંટણી કરવી તથા છોડને નાના ક્ષાુપના આકારમાં કેળવવા. છાંટણી કર્યા બાદ ૪પ થી પ૦ દિવસે પ૦૦૦ પી. પી. એમ. (પ ગ્રામ/લિટર)નાં પ્રમાણમાં સાયકોસીલનો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં આશરે ૩૦ થી ૩પ ટકા જેટલો વધારો મેળવી શકાય છે.
પારસની છાંટણી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં કરવી. જુના છોડને ત્રણ થી પાંચ વર્ષમાં એક વાર ડાળીની લંબાઈનો ર/૩ ભાગ કાપી નાખી ભારે છાંટણી કરવી જોઈએ. જેથી છોડના થડમાંથી નવી જુસ્સાવાળી ડાળીઓ નીકળે અને ફુલનું વધુ ઉત્પાદન મળે.