જર્બેરા રપ-૩૦ મહિનાનો પાક છે. તેની રોપણી કર્યા બાદ ૭-૮ અઠવાડિયા પછી પહેલું ફૂલ આવે છે. સરેરાશ ર૪૦ ફૂલ /ચો.મી ઉત્પાદન થાય છે. (૧ ચો.મી. : ૬ છોડ) જર્બેરાના ફૂલને જયારે ર થી ૩ પુંકેસરની ગોળ રીંગ દેખાય અથવા જયારે સૌથી બહારની રે ફલોરેટસ પુષ્પ દંડ સાથે ૯૦ ૦ નો ખૂણો બનાવે ત્યારે છોડ પરથી ઉતારી શકાય છે. આ પરથી ફૂલ ઉતારવાની અવસ્થા નકકી કરી શકાય છે. ફૂલને સામાન્ય રીતે સવારે અથવા તો મોડી સાંજે તોડવા જોઈએ, અથવા જયારે તાપમાન ઓછું હોય ત્યારે તોડવા જોઈએ. ફૂલની મુખ્ય દાંડીને ત્રાંસી કાપવી જોઈએ. ફૂલોને કાપ્યા બાદ તરત પાણી ભરેલી ડોલમાં મૂકી દેવા જોઈએ. તેને ૪ કલાક સુધી ૧૪૦- ૧પ૦ સે. તાપમાનમાં રાખવા જોઈએ. હંમેશા ૭-૧૦ મી.લી ૧% સાંદ્રતાવાળું સોડીયમ હાઈપોકલોરાઈડનું દ્રાવણ ૧ લીટર પાણીમાં બનાવી તેની માવજત આપવી. નીચે દર્શાવેલ પ્રમાણના ફૂલોને ૯૮×૩૦×૧ર ચો.મી. ના માપના બોક્ષામાં પેક કરવા. જર્બેરાના ફૂલોનું ગ્રેડીંગ (વર્ગીકરણ) તેની દાંડીની લંબાઈ અને ફૂલના વ્યાસના આધારે કરવામાં આવે છે.
સારા ફૂલોની ગુણવત્તા :
દાંડીની લંબાઈ : ૪પ-પપ સે.મી.
ફૂલનો પરીઘ : ૧૦ -૧ર સે.મી.
ફૂલની કાપણી બાદનું આયુષ્ય(વાસ લાઈફ): ૮-૧૦ દિવસ