દાણાની ફૂગદાણાની ફૂગ:
દક્ષિણ ગુજરાતમાં દાણાની ફૂગ એ એક ગંભીર સમસ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે થાય છે અને ચોમાસુ ઓકટોબર સુધી લંબાય છે. આ સમયે સુધારેલી વહેલી પાકતી જાતો પાકવાની તૈયારીમાં હોય છે. આવી પાકી ગયેલી અથવા પાકવા આવેલી જુવાર ઉપર કમોસમી વરસાદ પડવાથી અને ભેજમય વાતાવરણ થવાથી દાણા ઉપર ફૂગ આવી જાય છે. આ રોગ જુદી જુદી જાતની એક કરતાં વધારે ફૂગથી થાય છે. ખાસ કરીને ફયુઝેરીયમ અને કરવુલેરીયા વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. ડૂંડા નીકળવાના સમયથી જુવારની કાપણી સુધીમાં ગમે તે સમયે રોગનો ઉપદ્રવ શકય છે. દાણા દૂધિયા અવસ્થામાં હોય તે સમયે તરતજ દાણા ઉપર ફૂગનો ઉગાવો જોવા મળે છે. વાતાવરણ માં ભેજ હોય તો રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા અસરયુકત દાણાની ફૂગની જાત પ્રમાણે કાળી, રાખોડી તથા રાતી હોય છે. દૂરથી ડૂંડુ ભૂખરી અથવા કાળી ફૂગથી આચ્છાદિત થયેલું જણાય છે. ફૂગવાળા દાણાની ગુણવત્તા નબળી હોય છે. જેથી બજારમાં તેના ઓછા ભાવ મળે છે. કયારેક આવા દાણા ખાવાથી ઝેરી અસર પણ થઈ શકે છે. દાણાની સંગ્રહશકિત તેેમજ સ્ફૂરણ શકિત પણ દ્યટે છે.
નિયંત્રણ:
૧. દાણાની ફૂગના અસરકારક નિયંત્રણ માટે ૦.ર% થાયરમ + ૦.૦પ% કાબર્ેન્ડાઝીમ અથવા ૦.ર%મેન્કોઝેબ + ર% કેપ્ટાન અથવા ર% કેપ્ટાન + ર૦૦ પીપીએમ ઓરીયોફંગીનના બે છંટકાવ કરવા. પહેલો છંટકાવ ડૂંડમાં ફૂલ આવવાના સમયે અને બીજો છંટકાવ જયારે દાણા દુધિયા અવસ્થામાં હોય ત્યારે કરવો.
મધિયોમધિયો:
આ રોગ ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં દર વષ્ર્ો આવે છે. ખાસ કરીને સપ્ટેમ્બરના બીજા પખવાડીયામાં વરસાદ પડયો હોય અથવા ભેજમય વાતાવરણ હોય તો તેનું પ્રમાણ વધી જાય છે. આ રોગમાં પુષ્પોમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી ઝરતું હોય છે. રોગનું તીવ્ર સ્વરૂપ હોય તો મધિયાનું પ્રવાહી પાન ઉપર તથા જમીન ઉપર પડે છે. જમીન પર સફેદ રંગના ધાબા દેખાય છે. રોગોના બીજકણો પવન અને કીટકોથી ફેલાઈ નવું આક્રમણ કરી શકે છે.પાછલી અવસ્થામાં આક્રમિત પુષ્પોમાં દાણા ન બંધાતા ચરમમય ભૂખરી પેશીઓ ઉત્પન્ન થાય છે. જેને `જાલાસ્મ` કહે છે.
નિયંત્રણ:
૧. રોગ મુકત બિયારણ વાપરવું.
ર. બીજને ર% દ્રાવણમાં બોળી હલકા બી, કસ્તર અને જાલાસ્મ દૂર કરવા. તંદુરસ્ત ભારે નીચે બેઠેલા બીને
સારા પાણીથી ધોઈ સાફ કરી છાંયડામાં સુકવીને વાવણી માટે વાપરવા.
૩. વાવણી ર૦ મી જુલાઈની આજુબાજુ કરવાથી રોગની શકયતાઓ ઓછી રહે છે.
૪. ઝાયરમ ૦.ર% ના બે છંટકાવ પૈકી પ્રથમ છંટકાવ ગાભદોડા અવસ્થામાં અને બીજો છંટકાવ ફૂલ આવી
ગયા પછી કરવો. બીજા છંટકાવ વખતે ઝાયરમ ૦.ર% ની સાથે કાબર્ારીલ ૦.રપ% મિશ્રણ કરવું.
આંજીયોઆંજીયાના રોગો પ્રત્યક્ષા રીતે દાણાનું ઉત્પાદન દ્યટાડતા હોય છે. જુવારના દાણાનો આંજીયો, ડૂંડાનો આંજીયો, અનાવૃત આંજીયો અને લંબ આંજીયો એમ ચાર પ્રકારના આંજીયા જોવા મળે છે. જે પૈકી દાણાનો આંજીયો વધારે પ્રમાણમાં જોવા મળે છે.
દાણાનો આંજીયો:
આ રોગના બીજાણું બીજના બાહય ભાગ ઉપર હોય છે. રોગિષ્ટ દાણામાં કાળા કણ (બીજાણું) રહેતાં હોવાથી તે દાણાના આંજીયા તરીકે ઓળખાય છે. ડૂંડુ ન આવે ત્યાં સુધી રોગની કોઈ અસર વતર્ાતી નથી. દાણો કાળા પાઉડરની ભૂકીમાં ફેરવાઈ જાય છે. ડૂંડામાં કેટલાંક દાણા અથવા આખું ડૂંડુ આંજીયાયુકત બને છે.
નિયંત્રણ:
૧. રોગ મુકત બિયારણ વાપરવું.
ર. રોગના અસરવાળા છોડ દેખાય કે તરતજ ઉપાડીને નાશ કરવા.
૩. બીજને ૪ થી ૬ ગ્રામ ગંધક અથવા ર ગ્રામ એમિસાન પ્રતિ કિ.ગ્રામ. ના હિસાબે પટ આપી વાવણી
કરવી.
અનાવૃત આંજીયો :
આ રોગના બીજાણું પણ બિયારણ પર ચોંટેલા હોય છે. આ રોગ છોડની વૃદ્વિ અટકાવે છે. રોગના કારણે ડૂંડા નીકળવાની સાથે જ કાળો પાઉડર બહાર પડે છે.
નિયંત્રણ:
૧. રોગ મુકત બિયારણ વાપરવું.
ર. રોગના અસરવાળા છોડ દેખાય કે તરતજ ઉપાડીને નાશ કરવા.
૩. બીજને ૪ થી ૬ ગ્રામ ગંધક અથવા ર ગ્રામ એમિસાન પ્રતિ કિ.ગ્રામ. ના હિસાબે પટ આપી વાવણી
કરવી.
ડૂંડાના આંજીયો:
આ આંજીયાની ફૂગના બીજાણું જમીનમાં રહે છે. જે દાણાનું સ્ફૂરણ થતાં છોડમાં દાખલ થાય છે. ડૂંડા આવતાં આખા ડૂંડાના બધાજ દાણાને અસર કરે છે. આ રોગની અસરવાળા છોડમાં ડૂંડુ સફેદ ઝંડાના રૂપમાં દેખાય છે. દાણા કાળા પડવાથી કોથળીના રૂપમાં ફેરવાઈ જાય છે. જે રૂપેરી પડથી આવૃત થયેલા હોય છે. પડ તૂટતા તેમાંથી કાળા કણો છૂટા પડે છે. દોરા જેવી પેશીઓ રહી જાય છે તે એનું ઓળખ ચિન્હ છે.
નિયંત્રણ:
પાકની ફેરબદલી કરવી અને ચાર વરસના એક જ વખત એ જમીનમાં જુવાર વાવવી.
લંબ આંજીયો:
આ રોગનું પ્રસારણ બિયારણ અને જમીન ધ્વારા થાય છે. રોગ ડૂંડાના બધાજ દાણા ઉપર અસર કરતો નથી. માટે ભયંકર નથી. તેનાં બીજાણું પવન વડે ફેલાય છે. ડૂંડામાં કેટલાંક દાણા જ આંજીયામુકત હોય છે. અસરયુકત દાણો નળાકાર બને છે. અને છેડે અણીવાળો હોય છે. તેની લંબાઈ ૪ મિ.મી. અને પહોળાઈ અધર્ાથી એક મિ.મી. જેટલી હોય છે.
નિયંત્રણ:
૧. રોગની અસરવાળા છોડ કાઢીને નાશ કરવો.
ર. રોગ પ્રતિકારક જાતો વાવવી.
કાલવ્રણકાલવ્રણ (એન્થ્રેકનોઝ):
આ રોગનું પ્રારંભિક કારણ છોડના અવશેષ્ોા અને બીજ છે. આ રોગમાં પ્રથમ પાનની નીચલી સપાટી ઉપર અનિયમિત વતર્ુળાકાર ટપકાં ઉત્પન્ન થાય છે. પછી ધીમે ધીમે ઉપલી ફલક પર ઉપસે છે. ટપકાંનો રંગ પાકની અવસ્થા પ્રમાણે રાતો, જાંબલી કે બદામી હોયછે. વિકસિત ટપકાંની વચ્ચેનો ભાગ ઝાંખો ભૂખરો અને કિનારીનો ભાગ બદામી જાંબુડિયો કે ભૂખરો હોય છે. પાન પકવ થતાં આ ધાબાઓની બરાબર મધ્યમાં કાળુ ટપકું ઉત્પન્ન થાય છે. જેને પ્રગુચ્છક કહેવાય છે.
પાનનો ઝાળ પાનનો ઝાળ (લીફ બ્લાઈટ) :
આ રોગનું પ્રારંભિક કારણ બિયારણ અને છોડના અવશેષ છે. શરૂઆતમાં પાન ઉપર પાણીપોચા ધાબા ઉત્પન્ન્ થાય છે. જે પાછળથી રાખોડી કે રાતા બદામી રંગના બે છે. જેની ફરતે સાંકડી દ્યેરા રંગની કિનારી હોય છે. આ ધાબા સમ-લાંબા અને અણીદાર બને છે જે નસો વચ્ચે સિમિત રહે છે. ધાબા ફલકની લંબાઈ સાથે લંબાતા હોય છે. અસરયુકત પાન સુકાઈ જાય છે.
પાનના ટપકાંપાનના ટપકાં:
આ રોગની ફૂગ બિયારણ અને છોડના અવશેષ ઉપર જીવે છે. આ ટપકાં શરૂઆતમાં ગોળાકાર અથવા લંબગોળાકાર હોય છે અને રંગ જંાબુડીયો અથવા રાતો હોય છે. ટપકાં નસોની મયર્ાદાની ૩૦ મિ.મી. સુધી અને ખૂણાવાળા થતા જાય છે.
મેશપટાનો રોગ મેશપટાનો રોગ (સૂટી સ્ટ્રીપ):
આગલા વષ્ર્ાના પાકના અવશેષ ને કારણે રોગ બીજા વષ્ર્ો પણ આવે છે. આ રોગમાં શરૂઆતમાં લંબાકાર જખમો જોવા મળે છે. જખમનો મધ્યભાગ બદામી રંગનો અને કિનારીઓનો ભાગ રકતવણર્ા કે જાંબલી રંગનો હોય છે. જખમો જેમ પુખ્ત થાય છે તેમ ઉપર કાળી મેશ પડી હોય તેવા લાગે છે. આવા ભાગ પર હાથ ફેરવતા કાળા ડાદ્યા પડે છે અને હાથને જાણે મેશ ચોંટી હોય એવું લાગે છે.
ગેરૂગેરૂ:
આ રોગના વ્યાધિજન પાનના અવશેષ અને દ્યાસ ઉપર જીવે છે. આ રોગમાં છોડના નીચલા પાન ઉપર, ફલકના અગ્ર ભાગની નીચલી સપાટી ઉપર પ્રથમ નાના, ગુચ્છકો ઉત્પન્ન થાય છે જે ઉપસેલા બને બદામી રંગના ટપકાંના સ્વરૂપે જોવા મળે છે. ઉપલી સપાટી પર અસરયુકત જગ્યા ઉપર રતાશ પડતા બદામી ટપકાંઓ ઉત્પન્ન થાય છે જે પાનને સુકવી નાંખે છે.
રોગોનું નિયંત્રણ:
૧. કાણી પછી રહી ગયેલા છોડ તથા છોડના અવશેષ્ોાનો નાશ કરવો.
ર. ઉંડી ખેડ કરવી.
૩. પાકની ફેરબદલી કરવી.
૪. રોગપ્રતિકારક જાતો વાવવી.
પ. રોગ-મુકત બિયારણ વાપરવું.
૬. બીજને ર થી ૩ ગ્રામ પ્રતિ કિલોના હિસાબે થાયરમ, કેપ્ટાન, એમિસાન કે ગંધક જેવી દવાનો પટ આપવો.
૭. પાક વાવ્યા પછી આશરે દોઢ માસે મેન્કોઝેબ ૦.ર% નો છંટકાવ હેકટરે ૮૦૦લિટર પ્રવાહી પ્રમાણે કરવો.
૮. વરસાદ ન હોય તેવા દિવસોમાં ૧પ દિવસના આંતરે બીજા બે છંટકાવ કરવ.