Navsari Agricultural University

કરમોડી

કરમોડી (બ્લાસ્ટ) :

ઓળખ:

આ રોગ પાકને ત્રણ અવસ્થામાં અસર કરે છે. શરૂઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના દ્યાટા અથવા આછા બદામી રંગના ટપકાં જોવા મળે છે મોટા થતાં આંખ (ત્રાક ) આકારનાં બંને બાજુ અણીવાળા બને છે. જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. તીવ્ર સ્વરૂપમાં ટપકાં આખા પાન પર થતાં પાન સુકાઈ જતા છોડનો વિકાસ અટકી જાય છે. પાનનો કરમોડી મોટાભાગે ધરૂવાડિયામાંથી જ શરૂ થતો હોય છે. અને ફેરરોપણી પછી ફુટ અવસ્થાએ વધારે ફેલાતો હોય છે. રોગના બીજા તબકકાને નેક બ્લાસ્ટ કહે છે. જેમાં છોડની ડૂંડીનો પહેલી ગાંઠનો તેમજ ડૂંડીથી નીચેનો પ-૧૦ સે.મી. દાંડીનો ભાગ, ફુગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે. રોગના ત્રીજા તબકકાને ફીંગર બ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કરમોડી ફીગરના ટોચ પરથી શરૂ થાય છે. અને નીચેની તરફ વિસ્તાર પામે છે. દ્યણી વખત આખી ફીગર રોગગ્રસ્ત જોવા મળે છે.

નિયંત્રણ:

• બીજને કાબેઁન્ડેઝીમ દવા ર ગ્રામ પ્રતિકિલો અથવા એમીસાનઅથવા સ્યુડોમોનાસ ફલુરોસન્સ બીજ દીઠ પટ આપવો
• ટ્રાયસાયકલોઝોલ ૭પ ટકા (બીમ) દવા ૬ ગ્રામ અથવા કાબેઁન્ડેઝીમ (બાવીસ્ટીન) દવા ૧૦ ગ્રામ અથવા એડીફેનફોસ હીનોસાન)(પ૦ ઈ.સી. (૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણી અથવા સ્યુડોમોનાસ એરુજીનોસા રંભાસ અંબિકા નદી (પી એ આર આસ ) પ્રજાતિ ર×૧૦૯ જીંતવ કૉષો/મી.લી ૦.૬%, (૬૦મી.લી/૧૦લીટર પાણીમા,) અથવા સ્યુડોમોનાસ એરુજીનોસા નવસારી ફાર્મ પોન્ડ (પી એ આર આસ ) ( ૦.૬%, ર×૧૦૯ જીવંત કૉષો/મી.લી (૬૦મી.લી/૧૦લીટર પાણીમા ના ૧પ દિવસના અંતરે ત્રણ છંટકાવ રોપણીના ર૧ દિવસ છંટકાવકરવો.
• પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવા નહી.
• છાણીયું ખાતર તથા સેન્દ્રીય ખાતરોનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.