Navsari Agricultural University
ખેતીની આવક સાથે સાથે પશુપાલન વ્યેવસાયમાંથી સારી નફાકારક આવક મેળવવા માટે દૂધાળ પશુઓમાં નિયમિત વિયાણ અગત્યલનું છે, એક કહેવત પ્રમાણે ખેતરનો એક ખૂણો ખાલી રહેશે તો ચાલશે પરંતુ પશુનું એક પણ વેતર ખાલી રહેવું ન જોઈએ આમ પશુપાલનના વ્ય વસાયમાં મહત્તોમ ઉત્પાોદન માટે નિયમિત વિયાણ થાય તે ખાસ જરૂરી છે. પશુના બે વિયાણ વચ્ચેય ગાળો 1ર-13 માસનો હોવો જરૂરી છે. આ ગાળો જેટલો લંબાય તેટલો પશુના પ્રજનન જીવનકાળમાં બચ્ચાંા ઓછાં જન્મેપ પરિણામે દૂધ ઉત્પાનદન ઓછું મળે જેથી નિયમિત વિયાણ માટે પશુ સમયસર ગરમીમાં આવે અને ફેળવાઈ સફળ ગર્ભાધાન કરે તે જરૂરી છે.

દરેક પ્રાણીઓમાં જાતિય પુખ્તેતા આનુવાંશિક રીતે નિયત થયેલી હોય છે. જાતિય પુખ્ત તા એ વોડકીઓ-પાડીઓની અને નરની પુખ્તનતાની નિશાની છે. પુખ્તા વસ્થા એ પહોંચેલી વોડકી-પાડીઓ દર 18 થી ર1 દિવસે વેતરમાં આવવા લાગે છે. પરંતુ આ સ્તોરે સંપૂર્ણ પ્રજનનક્ષમતા આવતી નથી. જે યોગ્યપ શારીરિક વજન અને ઉંમરે તેઓ ગર્ભધારણ કરવા શકિતમાન બને છે. આમ યૌવનારંભ-જાતીય પુખ્તાતા પ્રાણીના ઉંમર કરતા તેના શરીરના વજન સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલ છે. આમ શરીરના સંર્વાગી વિકાસ માટે સમતોલ પૌષ્ટિાક આહાર, માવજત, સાર-સંભાળ અને રોગપ્રતિ રક્ષણની ખુબજ આવશ્ય્કતા છે જેથી વાછરડી-પાડી સામાન્ય રીતે ર-ર.પ વર્ષે પુખ્ત ઉંમરે પહોંચીને પ્રથમવાર ગરમીમાં આવે છે. જયારે સંકર વાછરડી 16-ર0 માસની ઉંમરે ગરમીમાં આવે છે પણ તેનો આધાર પરદેશી ઓલાદના લોહીના ટકા કેટલા છે તેના ઉપર રહે છે. પરદેશી શુઘ્ધગ ઓલાદની વાછરડી સામાન્યે રીતે 10-14 માસે પ્રથમ વખત ગરમીમાં આવે છે. આમ વાછરડી/પાડી ની ઉંમર કરતા ફેળવવા માટે શરીરનું વજન ઘણું મહત્વ નું છે. માટે નીચે પ્રમાણે વજન ધારણ કરતા પશુઓને ફેળવવા હિતાવહ છે.


સામાન્યન રીતે ગાય-ભેંસમાં ઋતુચક્ર ર1 દિવસનું હોય છે. અને તે વેતર/ગરમીમાં લગભગ 18-ર4 કલાક સુધી રહે છે. આમ પ્રાણી સગર્ભા ન બને ત્યાં સુધી ઋતુચક્ર દર્શાવ્યાક કરે છે. નફાકારક પશુપાલન માટે પશુના બે વિયાણ વચ્ચેતનો ગાળો 1ર-13 માસનો હોવો જરૂરી છે. માટે વિયાણ પછી ગાય-ભેંસને 60-80 દિવસના ગાળામાં ફેળવવી જોઈએ. આ માટે ગાય-ભેંસ ને વેતરમા આવી છે કે નહીં તેની ઓળખ કરવી ખુબજ અગત્યાની છે જેની નીચેના ચિન્હો ઉપરથી કરી શકાય છે.

માનસિક નિશાનીઓ :-

(1) પ્રાણી બેચેન અશાંત અને ઉશ્કેનરાટવાળું જણાય
(ર) ખોરાક લેવાની ટેવોમાં ફેરફાર - ઓછો, અનિયમિત કે બીલકુલ ન લે
(3) સ્વાભાવમાં ફેરફાર જેવાં કે કહયાગરૂં ગુસ્સાીવાળું અને ગુસ્સાકવાળું નમ્ર બને
(4) દૂધમાં ઘટાડો, દોહવા ન દે અથવા ડબકા કરે
(પ) બીજા પ્રાણીઓ ઉપર ઠેકે અથવા ઠેકવા દે
(6) આજુબાજુ સુંઘયા કરે અને નરની સોબત શોધે
(7) બરાડે, આરડે કે દોડાદોડી કરે
(8) આંખોમાં રતાશ અને તેજસ્વીદ દેખાય

શારીરિક નિશાનીઓ :-

(1) યોનિમાર્ગનું લાલ થવું .
(ર) યોનિ તથા ભાગોષ્ઠના બાહય ભાગ ઉપરનો સોજો જોવા મળે .
(3) પેશાબની ઈન્દ્રિગય વાટે તેલની ધાર જેવી ચીંકણી સ્વ.ચ્છગ પારદર્શક લટકતી રહે તેવી લાળી કરે.
(4) મૂત્રાશયના લબકારા મારવા અને થોડો -થોડો વારંવાર પેશાબ કરવો.
(પ) પ્રાણી પૂચ્છા ભાગ નીચો અને પૂંછડી નું શીર્ષ ઉંચું રાખે.
(6) કરોડરજજુના ભાગમાં વિચિત્ર હલનચલન દેખાય.
(7) શરીરના ઉષ્ણભતામાનમાં થોડો વધારો થાય.

આ ઉપરાંત ગાય કે ભેંસને મળાશય દ્રારા ર્ડાકટરી તપાસ કરવાથી વેતરમાં આવેલ ગાય-ભેંસનું ગર્ભાશય ઉત્થાાન પામી કડક થઈ અને ઘેંટા ના શિંગડાની માફક ગુંચળાકારે વળેલ હોય છે તથા ડિમ્ભશગ્રંથીમાં પૂર્ણ વિકસિત ગ્રાફિઅન ફોલીકલનું પરિસ્પકર્શન કરી શકાય છે. જેથી જાનવર બરાબર ગરમીમાં છે તેની ખાત્રી થાય છે. આમ આવી ગાય-ભેંસોનો ગરમીના પ્રથમ ચિન્હો જણાય તે પછી 1ર થી 18 કલાકે જાનવરને બીજદાન કરાવવું અથવા સિઘ્ધઆ થયેલ ઉંચ આનુંવાંશિક ગુણ ધરાવતાં સાઢ-પાડા દ્રારા બંધાવવી આનો અર્થ ટૂંકમાં થયો કે જો જાનવર સવારે ગરમીમાં આવે તો તે જ દિવસે સાંજે અને જો જાનવર સાંજે ગરમીમાં આવે તો બીજા દિવસે સવારે બીજદાન કરાવવું હિતાવહ છે.

ગાયો અને ભેંસોનો સરેરાશ સભર્ગાકાળ અનુક્રમે ર80 અને 310 દિવસનો હોય છે. પશુઓમાં સગર્ભાવસ્થાંના ચોકકસ નિદાન માટે પશુઓને બંધાવ્યાદ બાદ ર.પ - 3.0 માસ દરમ્યારન નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધી તપાસ કરાવવી જોઈએ. જેથી પશુ ગાભણ છે કે નહિ તેની ચોકકસ ખાત્રી કરી શકાય અને આર્થિક નુકશાન માંથી બચી શકાય.

આમ પશુપાલક મિત્રો પશુપાલન વ્યબવસાયમાં પ્રજનન સબંધિ નીચે જણાવ્યાછ પ્રમાણેની કાળજી લેવી ઘટે જેથી પશુઓમાં નિયમિત વિયાણ અને તેના ઉત્પાનદન દ્રારા વધુ આવક મળે.

(1) દરેક પશુઓ નિરોગી અને તંદુરસ્તે હોવા જોઈએ.
(ર) પશુ વેતર/ગરમીમાં છે કે નહિ તે માટે દરરોજ પશુને દિવસમાં બે-ત્રણ વખત જોવું જેથી ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે કે નહિ.
(3) ગરમીમાં આવેલ પશુઓને યોગ્યા સમયે બંધાવવાની વ્યપવસ્થાબ કરવી.
(4) પશુને હંમેશા કૃત્રિમ બીજદાન દ્રારા ફેળવવાનો આગ્રહ રાખવો જોઈએ.
(પ) ગામમાં રખડતા બાંગરૂ કે હલકી કક્ષાના સાંઢ-પાડા દ્રારા કદાપિ ફેળવવું નહિં.
(6) બાંગરૂ કે હલકી કક્ષાના સાંઢ-પાડાને પશુ ચિકિત્સડક પાસે ખસીકરણ કરાવી લેવું જોઈએ.
(7) ગામમાં ગ્રામ પંચાયત કે કોમ્યુકનીટી હોલમાં સમુહ માં પશુપાલન સબંધી વાંચન કરવા માટે અમૂક દિવસ નકકી કરી પશુપાલન સબંધિ માહિતી મેળવવી જોઈએ.
(8) પશુપાલન સબંધી માહિતી માટે નજીકના પશુદવાખાનાનો લાભ લેવો જોઈએ.
(9) પશુપાલન સબંધી સામાયિક - લેખો વાંચવાનો આગ્રહ રાખવો જોઈએ.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.