
સુરતી બકરીસુરતી બકરીઓનું વતન મઘ્યલ અને દક્ષિણ ગુજરાતનાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લાતનાં સમુદ્ર કાંઠા વિસ્તાેરનાં ગામો, નાના અને મોટા શહેરો ગણાય છે અને તેનું નામ સુરત શહેર ઉપરથી રાખવામાં આવેલ છે.
શારિરીક લક્ષણો:
આ બકરાં કદમાં પ્રમાણમાં નાના, પાસાદાર શરીરવાળા, રંગે સફેદ તથા સુંવાળા વાળવાળાં છે. તેમનાં કાન અને શિંગડા નાના અને પાતળા હોય છે. આ બકરીનું માથું નાનું અને આઉ મોટું હોય છે. તેમના પગ ટુંકા અને પાતળા હોય છે.
આર્થિક લક્ષણો :
આ ઓલાદને શહેરી બકરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બકરાંને ઘેર બાંધી ચારો કે ઝાડના પાંદડા કે અન્યા વનસ્પતિ ખવડાવી પાળી શકાય છે. આ બકરીઓ કદમાં નાની હોવાથી રાખવામાં અગવડતા પડતી નથી. બકરીઓ વર્ષમાં બે વખતે વિયાય છે અને પ્રત્યેેક વિયાણ વખતે બે કે ત્રણ બચ્ચાં આપે છે. તેઓ દરરોજનું 1.0 થી 1.5 કિ.ગ્રા. દુધ આપે છે. દુધાળ ગાળો લાંબો અને વસુકેલા દિવસો ઓછા હોય છે. આ ઓલાદના બકરાં દુધાળ ઓલાદ તરીકે ગણાય છે.