Navsari Agricultural University


સગર્ભા ઘેટી નો ખોરાક :

ફલશિંગમાં ઘેટીઓને માથાદીઠ રોજનું ૨૫૦ ગ્રામ દાણ અથવા મકાઈ, જવ કે જુવાર, ક્ષારમિશ્રણ સાથે આપવું અથવા ઊંચી કક્ષાનું સારું ઘાસ ઉપરાંત ખોરાકમાં રજકો કે કઠોળવર્ગનો અન્ય સુકો કે લીલોચારો આપવો જરૂરી છે. ઘેટીઓને સંવર્ધનકાળ શરૂ થયાના દોઢ મહિના પહેલાં ઓછાં પોષક તત્વોવાળો ખોરાક કે હલકું ચરાણ આપી સાથે સાથે કસરત કરાવી તેની તબિયત (ચરબી) ઉતારવી જોઈએ. ગર્ભકાળના પહેલા અઢી માસ દરમ્યાન સારુ પુરતુ ચરાણ મળી રહે તેમ કરવું અને ગર્ભકાળના પાછલા બે અઢી માસ દરમ્યાન સારામાં સારો ચારો આપવો અને માથાદીઠ ૧૨૫ થી ૧૫૦ ગ્રામ દાણ આપવું, ગર્ભાવસ્થાના સોળમા અઠવાડિયાથી દૈનિક માથાદીઠ ૨૫૦ ગ્રામ + ક્ષારમિશ્રણ સાથે આપવું. આમ કરવાથી પ્રસુતી પક્ષાઘાત (લેમ્બીંગ પેરેલીસીસ) નામનો રોગ થતો નથી અને બચ્ચાં વધુ વજનનાં તંદુરસ્ત જન્મે છે.

દૂઝણી ઘેટીઓનો ખોરાક:

જન્મ બાદ બચ્ચું માતાને ધાવી દુધ દ્વારા ઝડપથી વિકાસ સાધે છે. દુઝણી ઘેટીઓને ઉત્તમ પ્રકારનું ચરવાનું આપવું જેથી પુરતી કસરત પણ મળે છે. ચરાણ પુરતું કે સારી કક્ષાનું ન હોય તો ઘેટીને ઘાસચારો, દાણ તથા ક્ષારમિશ્રણ આપવું. ચારાની કક્ષા જોઈંને દરરોજનું ૨૦૦-૪૫૦ ગ્રામ જેટ્લું દાણ આપવું. નબળા બચ્ચાને ધવરાવવામાં મદદ કરવી. આમ ઘેટી અને બચ્ચાને ત્રણ દિવસ સુધી સાથે રાખી ત્યારબાદ ઘેટીને ઘેટીઓ સાથે અને બચ્ચાંને અન્ય બચ્ચાં સાથે ભેળવી દેવાં. બચ્ચાને દિવસમાં બે વાર ધવરાવીને ઘેટીઓથી અલગ પાડી દેવામા આવે છે. સારી કક્ષાનુ ચરવાનું હોયતો ઘેટાને દાણ આપવું જરૂરી નથી, નહિતો આવાં ઘેટાંને અલગ વાડામાં જુદા રાખીને માથાદીઠ દૈનિક ૨૦૦-૪૫૦ ગ્રામ દાણ તથા ૧-૨ કિલો લીલોચારો અને ક્ષારમિશ્રણ આપવું.

નરઘેટાંનો ખોરાક:

સંવર્ધનકાળ દરમિયાન ઘેટાને વધારાનું દાણ આપવું જોઇએ. જો ચરવાનુ બહુ જ સારી કક્ષાનું હોય તો દાણ આપવાની જરૂર નથી. ચરણનાં પ્રમાણમાં નર ઘેટાને ૪૦૦ થી ૪૫૦ ગ્રામ દાણ મિશ્રણ આપવુ. દાણ મિશ્રણમાં મકાઇનું ભૂસું, ઘઉંનું ભૂસું, ચોળાની પોલીશ એક ભાગ તથા ગુવાર-ચણાનું કે અન્ય કથોળનો ભરડો બે ભાગ, તેમાં એક ટકો મીઠું અને ક્ષાર મિશ્રણ આપવુ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.