કાઠીયાવાડી ઘોડાઆ જાતના ઘોડાનો ઉછેર ગુજરાત રાજયના કાઠિયાવાડ (સૌરાષ્ટ્રો) વિસ્તા0રમાં મુખ્યુત્વેત થાય છે. આ ઉ5રાંત રાજસ્થાગન રાજયમાં પણ આ ઘોડા જોવા મળે છે. ઘોડાની આ ઓલાદમાં અરબી જાતના ઘોડાનું લોહી હોવાનું મનાય છે.
શારીરિક લક્ષણો :
આ ઘોડાનું માથું અરબી જાતના ઘોડાને મળતું આવે છે. આ ઘોડા શરીરે કદાવર હોય છે. તેમની ઉંચાઈ 13ર થી 134 સે.મી. હોય છે. તેનું માથું કપાળ 5હોળું, હીરા આકારનું, શિખા પાસે અને નસકોરાં પાસે સાંકડું ફાચર આકારનું હોય છે. ઘોડાના કાન તેના પાયા પર 1800 ના વિસ્તાોર સુધી ફરી શકતા હોવાથી અવાજની દિશા તરફ ઢાળી શકે છે. અને બંને કાનની અણીઓ એકબીજાને અડકી શકે છે. તેની ગરદન મોરની ગરદન જેવી બે વળાંકવાળી હોય છે.
આર્થીક લક્ષણો :
આ ઓલાદના ઘોડામાં હાડકાં સુગ્રથિત, સુદઠૃ, તેમનો સ્વનભાવ પાણીદાર, શરીરનો બાંધો તાકાતવાન અને ચાલ ચંચળ સહજ રીતે જોવા મળે છે. ઘોડી 4 થી 5 વર્ષે પ્રથમ બચ્ચું આપે છે.