સામાન્યર રીતે વછેરી 1ર થી 1પ મહિનાની ઉંમરે જાતિય ક્ષમતા ( Puberty) ધારણ કરતી હોય છે. પરંતુ વછેરીને 3 વર્ષની ઉંમરે ફેળવવી વધુ હિતાવહ છે. ફેળવતી વખતે વછેરીનું વજન ઓછામાં ઓછું 300 કિ.ગ્રા. હોવું આવશ્ય ક છે. જેથી બચ્ચાંરનો વિકાસ થતાં માતા ઉપરની આડ અસર નિવારી શકાય છે. જો ઘોડીની યોગ્યા સારસંભાળ અને માવજત કરવામાં આવે તો ઘોડી ર0 થી રપ વર્ષની ઉંમર સુધી નિયમિત રીતે સફળતાપૂર્વક ફેળવી શકાય છે. ઘોડી દર ર1 દિવસના અંતરે ગરમીમાં આવે છે. અને પ-7 દિવસ સુધી ગરમીમાં રહેતી હોય છે. ઘોડી લાંબો સમય ગરમીમાં રહે છે તેના મુળભુત બે કારણો છે.
(1) અંડબીજનું અંડ વિમોચન માટે ભાગ ભજવતો લ્યુ.ટીનાઈઝીંગ અંતઃસ્ત્રા વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. અને અંડબીજના વિકાસ માટેનો ફોલીકલ સ્ટી્મ્યુટલેટીંગ અંતઃસ્ત્રાેવનું પ્રમાણ વધારે હોય છે.
(ર) અંડબીજનું અંડવિમોચન અંડાશય પર આવેલ ઓવ્યુલેશન ફોસામાં જ થતું હોય છે. જે બીજા પ્રાણીઓ કરતાં તદ્રન અલગ પડે છે.
ઘોડીના ગરમીમાં આવ્યાછનાં ચિન્હ્રોજ :
ઘોડી ગરમીમાં આવે ત્યાેરે નીચે જણાવેલ ચિન્હ્રો જોવા મળે છે. જેના પરથી ઘોડી ગરમીમાં છે કે નહીં તે જાણી શકાય છે. (1) ભગોષ્ઠનો ભાગ નરમ અને પ્રમાણમાં મોટો થઈ જાય છે. (ર) ઘોડી વારંવાર પેશાબ કરે છે. (3) ભગોષ્ઠના ભાગમાંથી ઘટૃ અને આછા પીળાશ પડતું પ્રવાહી નીકળે છે. (4) ભગોષ્ઠનો ભાગ વારંવાર ઉઘાડ બંધ થતો હોય છે.
ઘોડીને ફેળવવા માટેનો યોગ્યબ સમય :
સફળ ગર્ભધારણ માટે ઘોડીને ગરમીમાં આવ્યા: પછી પાંચમા થી છઠૃા દિવસે ફેળવવી જોઈએ. કારણ કે ઘોડીમાં અંડવિમોચન પાંચમાંથી છઠૃા દિવસે થતું હોય છે. અથવા ઘોડીઓમાં અંડવિમોચન ઋતુકાળના અંતભાગમાં થાય છે. આથી ઘોડીઓને ઋતુકાળના અંતભાગના 1ર થી ર4 કલાકના ગાળામાં બે વખત ફેળવવામાં આવે છે.
ઘોડીને ફેળવતી વખતે લેવાની કાળજીઓ :
(1) ઘોડીના તેમજ વાલી ઘોડાના બાહય પ્રજનન અંગોને પોટેશિયમ પરમેગેનેટ વાળા પાણી વડે સાફ કરવા જોઈએ.
ર) ઘોડીના ગુદાનો ભાગ સાબુ વડે બરોબર સાફ કરવો જોઈએ.
3) ઘોડીની પુંછડી જયાંથી શરૂ થતી હોય ત્યાંબથી આશરે 8-10 ઈંચ સુધી કાપડ કે પાટા પીંડી માટેના પાટા વડે ઢાંકવો જોઈએ. જેથી કરીને વાલી ઘોડાને સંવર્ધનમાં તકલીફ ન પડે.
(4) ઘણી ઘોડીઓ પોતાના પાછલા પગથી ઘોડાને લાત મારતી હોય છે. આથી ઘોડીના પાછળના પગ પર ડામણ લગાવું આવશ્યતક છે.
(પ) ઘોડાને લગામ લગાવી જોઈએ અને લગામની બંને બાજુ લાંબુ દોરડું બાંધી ખેંચી રાખવો જોઈએ. આમ કરવાથી ઘોડો કાબુમાં રહે છે.
(6) ઘોડીને ફેળવ્યા પછી તેને 10 થી 1પ મીનિટની હલકી કસરત આપવી વધુ હિતાવહ છે. જેથી કરીને વીર્ય સારી રીતે ગર્ભાશયમાં પ્રસરી જાય.
ગર્ભધારણના દિવસો :
સામાન્યણ રીતે ઘોડીમાં 336 દિવસનો ગર્ભધારણનો સમય ગાળો હોય છે. પરંતુ 310 થી 370 દિવસ સુધીનો સમયગાળો જોવા મળેલ છે.
ઘોડીમાં પ્રસુતિ પછી સંવર્ધન :
પુખ્તાવયની ઘોડીઓ બચ્ચાં ને જન્મે આપ્યાધ બાદ 7 થી 11 દિવસમાં પ્રથમવાર ગરમીમાં આવે છે. જેને ફોલહીટ કહે છે. ઘણાં લોકો પોતાની ઘોડીને આ ફોલહીટમાં ફેળવવાનું પસંદ કરતાં હોય છે, પરંતુ પ્રસૂતિબાદ ઘોડી જયારે બીજીવાર ગરમીમાં આવે ત્યાઘરે તેને ફેળવવી વધુ હિતાવહ છે. ઘોડી સામાન્ય્ રીતે એપ્રિલ થી ઓકટોબર માસ દરમ્યાયન ગરમીમાં આવતી હોય છે.
સગર્ભા વછેરીઓ -ઘોડીઓના વિયાણના લગભગ વીસેક દિવસ અગાઉ તેના માટેના વિયાણઘર ( ફોલીંગ બોકસ) માં રાખવામાં આવે છે. આ વિયાણઘરનું સરેરાશ માપ પ મી. x પ મી. હોય છે. તેમાં હવા - ઉજાસ તેમજ પથારીની સવલતો હોય છે. આવા જાનવરોને સામાન્યર રીતે દાણમાં સહેલાઈથી પચે તેવો ખોરાક ઘઉનું ભુસુ વગેરે આપવામાં આવે છે. ઘોડીને વિયાણમાં કોઈ તકલીફ જેવું જણાય તો તરત તજજ્ઞોની મદદ લેવી કારણ કે આ તકલીફથી ઘોડી અને તેનું બચ્ચુંા બંનેનો જીવ જોખમમાં મુકાય છે. વિયાણ વખતે ઘોડીને અન્યક માણસની હાજરી ગમતી નથી. પણ જાણકાર માણસે ત્યાંખ હાજર રહેવું અને વિયાણઘરની બારણાની નાની બારી કે કાંણામાંથી સતત નિરીક્ષણ કરતાં રહેવુ. વિયાણની ક્રિયા થોડી મિનિટોમાં જ પુરી થાય છે.
અન્ય પશુઓથી જુદું, જન્મત વખતે ઘોડાનાં બચ્ચાં ને ઓરના આવરણો ચીરી બહાર કાઢવુ પડે છે. જો આ કાર્યમાં ઢીલ થાય તો વછેરૂ ગુંગળાઈને મરી જવાની ભીતિ રહેલી છે. જંગલી પ્રાણીઓમાં બચ્ચાંરને જન્મ આપતી માતા જ આ આવરણો તોડી નાંખે છે. આ ઉપરાંત વછેરાનો નાળ વછેરાના ડુંટાથી 3 સે.મી. દુર, પહેલાં જંતુરહિત દોરાથી બાંધીને જ કાપવામાં આવે છે. ઓર વિયાણ બાદ બે એક કલાકમાં બહાર નીકળી આવે છે. મોટાં અશ્વસંવર્ધન કેન્દ્રોા પર ઘોડીઓ વિયાય ત્યાયરબાદ ઓર પાડવાની અને ઓરની ચકાસણીની નોંધ રાખવામાં આવે છે, કારણ કે ઘોડીઓના ગર્ભાશયની તંદુરસ્તીયની ઓર અને ઓર પડવાની ક્રિયાના અભ્યાંસથી જાણ થાય છે. વળી જરૂર પડે તો તેની તાત્કાણલિક સારવાર પણ થઈ શકે છે.