બિકાનેરી ઊંટઆ ઊંટનું વતન રાજસ્થા.નનો સુકો પ્રદેશ છે. વતનના આ વિસ્તા રમાં ચોમાસાની ઋતુમાં વરસાદનું પ્રમાણ ઘણુ ઓછું હોય છે. આથી આ વિસ્તા5રમાં પાણીના સાધન ઉંડા કુવા જ હોય છે અને કુવાની સંખ્યામ પણ ઓછી હોય છે. આ વિસ્તાતરમાં ઝાડપાન પણ હોતાં નથી. આમ આ વિસ્તાેર રેતાળ કે અર્ધરેતાળ છે. આ વેરાન પ્રદેશનું પ્રાણી, પાણી વિના લાંબો સમય સુધી ચલાવી શકે છે. ઝાડ પાલો જેવો હલકો ખોરાક ખાઈને પણ ટકી શકે છે.
શારીરીક લક્ષણો:
આ ઓલાદના ઊંટ બીજી ઓલાદની સરખામણીમાં હલકાં પણ સ્કુવર્તિવાળા હોય છે. તેનું માથું નાનું, ગરદન પાતળી, કાન નાના અને એક બીજાની નજીક હોય છે. આ ઊંટનું મોઢું પણ નાનું અને સીધુ હોય છે. આ ઓલાદના ઊંટને કપાળમાં બંને આંખો ઉપર ખાડા હોય છે.
આર્થીક લક્ષણો :
આ ઓલાદના ઊંટ સવારી માટે જાણીતા છે. તે એક દિવસના 100 થી 115 કિ.મી. અંતર કાપી શકે છે. અને ઘણાં દિવસો સુધી દરરોજનું 50 કિ.મી. અંતર સહેલાઈથી કાપી શકે છે. આમ તે કલાકના 10 કિ.મી. ની ઝડપથી દોડી શકે છે.