પુખ્ત માંસાહારી શ્વાન માટે ખોરાક:
૩ ઇંડા મોટા, બાફેલા અથવા માંસ
૨ કપ રાંધેલ ચોખા (૩૨૦ ગ્રામ)
૨ ચમચી વનસ્પતિ (કેનોલા) તેલ (૨૮ ગ્રામ)
૧/૪ ચમચી મીઠું અવેજી-પોટેશિયમ ક્લોરાઇડ (૧.૫ ગ્રામ) ૧/૨ ચમચી બોન મીલ (૩ગ્રામ)
૧ -વિટામિન-ખનિજ ગોળી
આ ૯૬૪ કેલરી પૂરી પાડે છે તેમા ૩૪.૧ ગ્રામ પ્રોટીન, ૪૯.૪ ગ્રામ ચરબી હોવા થી તે ૩૩ થી ૩૪ પાઉન્ડના શ્વાન ની જરૂરિયાતો ને આધાર આપે છે. આ ખોરાકમાં ચરબીનુ પ્રમાણમ ઊંચુ હોવાથી તે એક સક્રિય કામ કરતા કૂતરા માટે યોગ્ય છે. પણ ઓછા સક્રિય કૂતરા માટે વનસ્પતિ તેલને અવગણી શકાય છે અને સરેરાશ ૭૧૨ કીલો કેલરી મલે છે.
પુખ્ત શાકાહારી શ્વાન માટે ખોરાક:
સંપૂર્ણપણે સંતુલિત શાકાહારી ખોરાકને કોઇ પોષણ તત્વોની ઉણપ ના ભય વગર શ્વાન ને આપી શકાય છે. વનસ્પતિ પ્રોટીનની પાચન ક્ષમતા પ્રાણી મૂળ પ્રોટીનના કરતાં ઓછી હોય છે. શાકાહારી આહાર સામાન્ય રીતે ઓછી ખર્ચાળ છે. આ ખોરાકમાં વિટામિન બી12 એક સપ્તાહ એકવાર આપી શકાય છે
૨/૩ કપ દહીં (૧૨૬ ગ્રામ)
રાંધેલ બટેટાં છાલ સાથે (૨૪૬ગ્રામ) અથવા ૨ કપ રાંધેલ ચોખા
૧/૪ ચમચી મીઠું અવેજી-પોટેશિયમ ક્લોરાઇડ,
૧/૧૦ ચમચી ટેબલ મીઠું
૧/૪ ચમચી બોન મીલ (૨ ગ્રામ)
૧ વિટામિન-ખનિજ ની ગોળી
(વિટામિન બી12 એક સપ્તાહ એકવાર)
આ ૪૫૫ કેલરી પૂરી પાડે છે તેમા ૨૫.૯ ગ્રામ પ્રોટીન, ૧૧.૩ ગ્રામ ચરબી હોવા થી તે ૧૨ થી ૧૩ પાઉન્ડ ના શ્વાન ની જરૂરિયાતો ને આધાર આપે છે
શ્વાનના બચ્ચા માટે નો ખોરાક:
૮ ગલુડિયાઓ માટે ૬૦૦ મીલી. દુધ પ્રતિ દિવસ એ પહેલા ૩ દિવસ માટે પૂરતુ છે. ત્યાર્ બાદ તેમ્ને ૧.૨ લીટર દુધ આપવુ જોઇએ. મિલ્ક સબસ્ટીટ્યુટ તરીકે ૮૦૦ મીલી. દુધમાં ૨૦૦ ગ્રામ ક્રીમ, ૧ ઇંડા ની જરદી, ૬ ગ્રામ સ્ટીમડ બોનમીલ, ૨૦૦૦ આઇ. યુ. વિટામીન એ, ૫૦૦ આઇ. યુ. વિટામીન ડી અને ૪ ગ્રામ સાઇટ્રિક એસિડ ઉમેરી બનાવી શકાય. ૫ થી ૬ અઠવાડિયા ના બચ્ચા ને દિવસ માં ત્રણ વાર ખોરાક આપવો જોઇએ. ત્યાર બાદ ઉંમર વધતા ૪ થી ૫ મહિને દિવસ માં બે વાર અને ૮ મહિના પછી દિવસ માં એક વાર ખોરાક આપવો જોઇએ.
3 કિલો ના ઉછરતા શ્વાન માટે સપ્રમાણ આહાર તરીકે ઉપયોગ કરી શકાય જેમાથી ૬૮૩ કીલો કેલોરી અને ૨૭.૬ ગ્રામ પ્રોટીન મલી શકે
દુધ- ૧૦૦ ગ્રામ
ઇંડા- ૫૦ ગ્રામ
ચોખા- ૭૫ ગ્રામ
ઘઉં- ૫૦ ગ્રામ
કઠોળ – ૨૫ ગ્રામ