ડાંગર એ વિશ્વનો એક અગત્યનો ધાન્ય પાક છે. તેમાંથી સહેલાઈથી મળતા પોષણ તત્વોના કારણે તે વિવિધ દેશના લોકોના મુખ્ય ખોરાક તરીકેનું સ્થાન ધરાવે છે. ચોખા એ એશીયન, આફ્રીકન અને લેટીન અમેરીકનો, કે જેઆ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટીબંધમાં વસવાટ કરે છે તેઆની વસ્તીમાં વધારાનો દર ખુબ ઉચો છે અને આવતા પચાસ વષ્રો સુધી રહેશે આથી ચોખા ખોરાકના પ્રાથમિક સ્ત્રોત તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખશે.
દુનિયાના અનેક દેશોની સંસ્કૃતિમાં ચોખા મુખ્ય ખોરાક તરીકે ખાસ મોભો ધરાવે છે. અવર્ચીન ભારતમાં ચોખાનું નામ ''ધાન'' એટલેકે માનવ જાતિ માટેનો પદાર્થ તરીકે થતો હતો. ધાન્ય પાકોનો સમાવેશ સામાન્ય રીતે ગ્રેમીનીસી અથવા પોએસી કુટંુબમાં થાય છે. ''ધાન્ય'' શબ્દ ગ્રીક દેવી એટલે કે ''દાણા આપનારી'' પરથી પાડવામાં આવેલો છે. ડાંગરની ખેતી તેના ખાવાલાયક સ્ટાર્ચયુકત દાણા માટે કરવામાં આવે છે. વિશ્વમાં ચોખાના કુલ ઉત્પાદનના ૮પ ટકા ચોખાનો ઉપયોગ માનવ આહારમાં થાય છે. ચોખા એ એક પોષ્ક આહાર છે કે જે ફોલીક એસીડ ધરાવે છે અને તે નવજાત શીશુમાં જોવા મળતી જન્માંગની ખામી ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં સરેરાશ ૭૦ થી ૮૦ ટકા કાબર્હાઈડ્રેટ, પ થી ૭ ટકા જેટલું પ્રોટીન ર થી ર.૪ ટકા ચરબી હોય છે. ચોખામાંથી આ ઉપરાંત ખનીજ ક્ષાર, વિટામીન્સ અને રેશા મળે છે. આ બધા પોષ્ાક તત્વો (કાબર્ોહાઈડ્રેટ સિવાય)ની માત્રામાં ડાંગર છડવાની કિ્રયા દરમ્યાન ઘટાડો થાય છે. ચોખાનો ઉપયોગ આહાર ઉપરાંત જુદી જુદી રીતે જેમ કે મીઠી વાનગી, નુડલ્સ, સુપના ઘટક તરીકે, આલ્કોહોલીક પીણાં બનાવવા, ડેસર્ટ કે ખાસ ડીશ તરીકે ધામરિક અને સામાજીક પ્રસંગોએ કરવામાં આવે છે. ડાંગરની આડ-પેદાશોનો ઉપયોગ જુદા જુદા ઉદ્યોગોમાં થાય છે. ડાંગરાના કુસકી નો ઉપયોગ તેલ કાઢવામાં અને ઢોરના ખાણ-દાણમાં થાય છે. જયારે પરાળ ઢોરના નિરણ,પેકિંગ, દોરડા, ઝુપડાંનાં છાપરા અને પૂંઠા બનાવવા વિગેરેમાં વપરાય છે.
દુનિયાના મુખ્ય ડાંગર પકવતા દેશોમાં ચીન, ભારત, ઈન્ડોનેશીયા, બાંગ્લાદેશ, વિયેટનામ, થાઈલેન્ડ, મ્યાનમાર,ફીલીપાઈન્સ,બ્રાઝિલ,જાપાન અને અમેરીકાનો સમાવેશ થાય છે. આમ છતા દુનિયામાં ચોખા પકવાતી જમીનોમાં ખેતી આધારીત વસ્તીનું સૌથી વધુ પ્રમાણ એશીયામાં છે અને તેમાં ગણનાપાત્રરીતે વધારો સતત ચાલુ છે. એશીયામાં દુનિયાની કુલ વસ્તીના ૬૦ ટકા વસ્તી જયારે દુનિયાના કુલ ચોખા ઉત્પાદનના ૯ર ટકા ચોખાનું ઉત્પાદન થાય છે આમ છતાં દુનિયાના કુલ ચોખા વપરાશના ૯૦ ટકા વપરાશ પણ એશીયામાં જ થાય છે. એટલે કે દુનિયાના કુલ ચોખા ઉત્પાદનના ફકત ૪ થી પ ટકા ચોખાનું જ વેચાણ કે વેપાર થાય છે. આથી મોટા ભાગના દેશો પોતાની ચોખાની જરૂરીયાત માટે સ્થાનિક ઉત્પાદન પર જ આધાર રાખે છે. વૈશ્ચિક ચોખા બજાર તેના અનિયમિત પુરવઠાને કારણે અસ્િથર રહે છે. આ ઉપરાંત દુકાળ, પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે અન્ય ધાન્ય પાકોની સરખામણીમાં ચોખાના ભાવમાં અનિશ્ચિતતા ને કારણે ચોખા ઉત્પાદન ક્ષોત્રે સ્વાવલંબન એ રાજકારણની દ્દષ્િટએ જરૂરી છે. ડાંગરના મુખ્ય નિકાસકાર દેશોમાં થાઈલેન્ડ, અમેરીકા, વિયેટનામ, પાકિસ્તાન, ભારત અને ચીનનો સમાવેશ થાય છે. ભારત એ વસ્તી અને વિસ્તાર એમ બંને દ્દષ્ટએ વિશાળ દેશ છે. ઉત્તરમાં હિમાલય પર્વતમાળા, પંજાબનો મેદાન પ્રદેશ, રાજસ્થાનનો રણ પ્રદેશ,ઉત્તર પ્ર્ર્ર્ર્રદેશ-બિહારના મેદાનીય પ્રદેશ અને દક્ષિાણનો સમુદ્ર કાંઠો ધરાવે છે જેમાં વિભિન્ન સંસ્કૃતિ અને ધર્મના લોકો વસે છે. આમ છતા કોઈ પણ જાતની વિસંગતતા વગર ચોખા એ સમગ્ર ભારતમાં ખવાય છે. ચોખાનો ઉપયોગ મોટે ભાગે શાકભાજી,કઠોળ,સોયાબીનની બનાવટો,માંસ,માછલી કે અન્ય સમુદ્રી ખોરાક કે મસાલા સાથે કરવામાં આવે છે. તેના ઉપયોગની રીત સ્થાનિક સવલતો અને ઉપયોગ કરનારની આથર્િક સ્િથતિ મુજબ અલગ અલગ હોય છે. આમ છતાં ભાત, ખીચડી,પુલાવ અને ખીર એ ચાર ચોખામાંથી બનાવાતી સર્વસામાન્ય વાનગીઆે છે. ભારત એ ડાંગરના ઉદ્દભવ સ્થાનો પૈકીનું એક છે. દક્ષિાણ અને પૂર્વ ભારતમાં ચોખા મુખ્ય ખોરાક છે. જયારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તેનો ઉપયોગ પુરક આહાર તરીકે કરવામાં આવે છે. દક્ષિાણમાં તેનો ઉપયોગ આહારની શ્રેણીમાં ઈડલી,ઢોસા,કોઝાખટ્ટા અને ચગોની તરીકે વપરાય છે. તહેવારોમાં લિંબુ ભાત,કોપરા ભાત,આમલી ભાત,પીળો ભાત,પુલાવ અને બીરીયાની બનાવવામા ંઆવે છે. જયારે ખાસ તહેવારો જેવા કે પોંગલ માં નવા ચોખામાંથી વેનપોંગલ (ખારો ભાત)અને શકકરન પોંગલ (ગળ્યો ભાત) બનાવાય છે.
જયારે પૂર્વમાં બંને વખત ચોખાનો ઉપયોગ થાય છે. ગામડામાં ''પંથા '' નાસ્તારૂપે અને બાફેલા ભાતનો ખોરાક તરીકે અને ખાસ પ્રસંગોએ સુગંધિત ચોખા ''બાદશાહ ભોગ'' અને ''ગોબિંદભોગ'' માંથી પુલાવ, મુરૂીગંથા અને બિરીયાની બનાવાય છે. ઉત્તર પશ્ચિમમાં ચોખામાંથી ભાત,પુલાવ,બિરયાની અને ખીચડી બનાવવામાં આવે છે. વાનગી તરીકે ખીર, નાસ્તામાં વડા, ચેવડો અને લાડુ ઉપયોગમાં લેવાય છે. છેવાડાના ઉત્તરીય વિસ્તાર જેવાકે જમ્મુ અને કાશ્મીરમાં સાદો ભાત અને સાંજે ભાતમાંથી ખાસ વાનગી તહાર,ખજક માવા, બીરયાની અને જદર્ા ઉપયોગમાં લે છે. પશ્ચિમમાં દાળ-ભાત, ભાત-દહીં ખોરાક તરીકે જયારે મમરા,પૌંઆ, ચકરી અને ચેવડો નાસ્તા તરીકે વાપરવામાં આવે છે. ચોખા આહાર તરીકે તો ઉપયોગી છે જ પરંતુ સાથે સાથે તે ધામર્ક અને સામાજીક મહત્વ પણ ધરાવે છે. જેનો મહાભારતમાં સુદામા અને ભગવાન કૃષ્ણની દોસ્તીના પ્રતીક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોખા ફકત ભારતમાં જ નહિ પણ ચીન,થાઈલેન્ડ,ઈન્ડોનેશીયા,શ્રીલંકા અને મલેશીયા જેવા એશીયન દેશોમાં પણ ધામર્િક મહત્વ ધરાવે છે. ભારતના પૂવર્ીય રાજયોમાં ચોખા એ જીવન અને સંસ્કૃતિનુું એક અભિન્ન અંગ છે.
સમગ્ર ભારતમાં ડાંગરનું લગભગ ૪૪ મીલીયન હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે અને લગભગ ૮૮ થી ૯૦ મીલીયન ટન જેટલુ ઉત્પાદન થાય છે. ગુજરાત રાજયમાં કુલ વાવેતર વિસ્તારના આશરે પ ટકા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. જેનો કુલ વિસ્તાર લગભગ ૬.પ થી ૭.પ લાખ હેકટર જેટલો છે. જેમાંથી આશરે ૧૧ થી૧ર લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે પરિણામે ડાંગરનું એક હેકટરે સરેરાશ ઉત્પાદન લગભગ ૧.૮૦ ટન જેટલું થાય છે. દક્ષિાણ ગુજરાતમાં ર.રપ થી ર.પ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ડાંગર કરવામાં આવે છે. જે પૈકીના કુલ વિસ્તારના આશરે પપ થી ૬૦ ટકા પિયત રોપાણ અને ૪૦ થી ૪પ ટકા વરસાદ આધારીત રોપાણ અને ઓરાણ ડાંગર થાય છે. રાજયમાં ડાંગરની સુધારેલી જાતોની ઉત્પાદન ક્ષામતા લગભગ પ થી ૬ ટન/ હેકટરની સરખામણીએ ૧.૮૦ ટન/હે. સરેરાશ ઉત્પાદન ઘણું ઓછું છે. (કોઠા નં. ૧) આમ ડાંગર પાકની અગત્યતા અને જરૂરીયાતને ધ્યાને લઈ તેના બીજના અંકુરણ થી કાપણી તેમજ સંગ્રહ અને મૂલ્ય વર્ધન જેવા વિવિધ પાસાઆને આ પુસ્તકા આવરી લેવામાં આવ્યા છે.