NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
ડાંગરનો વાવેતર વિસ્તાર

    સમગ્ર ભારતમાં ડાંગરનું લગભગ ૪૪ મીલીયન હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે અને લગભગ ૮૮ થી ૯૦ મીલીયન ટન જેટલુ ઉત્પાદન થાય છે. ગુજરાત રાજયમાંડાંગરની ખેતી રોકડીયા પાકની ગણતરીમાં આવતી જાય છે. રાજયના કુલ ખેતી વિસ્તારના પ % વિસ્તારમાં ડાંગનો પાક ઉગાડવામાં આવે છે. જેમાંથી કુલ અન્ન ઉત્પાદનના ૧૪ % ઉત્પાદન ડાંગરનું મળે છે. રાજયમાં ૬.પ થી ૭.૦ લાખ હેકટર વિસ્તારમાં આ પાક ઉગાડવામાં આવે છે. જેમાંથી પપ થી ૬૦ ટકા રોપાણ ડાંગર તરીકે અને ૪૦ થી પ૦ ટકા ઓરાણ ડાંગર તરીકે ઉગાડવમાં આવે છે. રાજયમાં આ પાકનું ઉત્પાદન ૯.૮ લાખ ટન અંદાજવામાં આવે છે. રાજયમાં ડાંગર ઉગાડતા જીલ્લાઓમાં મુખ્યત્વે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદનો સમાવેશ થાય છે.

    દક્ષિાણ ગુજરાતમાં ર થી ર.રપ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ડાંગર કરવામાં આવે છે. જે પૈકી પ૦ ટકા પિયત રોકાણ, ૧૦ ટકા બીન પિયત રોકાણ અને ૪૦ ટકા ઓરાણ ડાંગર થાય છે. દક્ષિાણ ગુજરાતના તમામ જીલ્લામા ઓછા વત્તા પ્રમાણમા ડાંગરનો પાક લેવામા આવે છે. જેમા સુરતમા સૌથી વધુ ૬૪પ૦૦ હે. મા અને સૌથી ઓછુ ભરૂચ૧૨૭૦૦ હે. મા વાવેતર થાય છે.

   દક્ષિાણ ગુજરાતમાં ડાંગરની સુધારેલી જાતોની ઉત્પાદન ક્ષામતા લગભગ પ થી ૬ ટન/ હેકટરની સરખામણીએ સરેરાશ ઉત્પાદન (૧૯૬૮ કીલો પ્રતિ હે.) ઘણું ઓછું છે.

જીલ્લાપ્રમાણે દક્ષિાણ ગુજરાતમા ત્રણ વર્ષ સરેરાશ વાવેતર

જીલ્લો વિસ્તાર (હેક્ટર) ઉત્પાદન (કિલો) ઉત્પાદકતા (કિલો ગ્રામ/હેક્ટર)
ભરૂચ ૧ર૭૦૦ ર૦ર૦૦ ૧પ૮૬
ડાંગ ૧૬૮૦૦ ર૧૦૦૦ ૧ર૪૮
નર્મદા ૧૪૬૦૦ ૧૧ર૦૦ ૭૬પ
નવસારી પ૦૩૦૦ ૧ર૪ર૦૦ ર૪૬૮
સુરત ૬૪પ૦૦ ૧૩૬પ૦૦ ર૧૧૬
તાપી ૧૮૪૦૦ ર૮૮૦૦ ૧પ૬૮
વલસાડ પ૮૭૦૦ ૧રર૭૦૦ ર૦૯૦
કુલ(બ) ર૩૬૦૦૦ ૪૬૪૬૦૦ ૧૯૬૮