NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

દક્ષિણ ગુજરાતમાં ડાંગર ખુબજ અગત્યનો પાક છે. આ વિસ્તારમાં અંદાજે ૨.૫ લખ હે. વિસ્તારમાં વાવેતર થાય છે. ભૌગોલિક અને આબોહવાકિય પરિસ્થિતિને ધ્યાને લઈ દક્ષિણ ગુજરાતના મુખ્ય ત્રણ વિભાગ – મેદાની પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને દરિયાકાઠાના પ્રદેશમાં વિભાજીત કરવામાં આવે છે. જે તે વિસ્તારની આર્થિક સામાજિક પ્રગતિ ડાંગરના ઉત્પાદન ઉપર નિર્ભર છે. ડાંગર ઉગાડતા ખેડૂતોને ડાંગરની વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માટે અનેક પ્રશ્નનો સામનો કરવો પડે છે. તે પૈકી ડાંગરની આધુનિક ખેતી માટેની માહિતી અને વૈજ્ઞાનિક ઢબે પ્રશ્નોના નિરાકરણ માટેની સેવાઓનો અભાવ મુખ્ય છે. સંશોધનો દ્વારા ડાંગર પાક ખેતી માટે ઘણી તક્નિકો વિક્સાવવામાં અને ભલામણો કરવામાં આવેલ છે. પરંતુ તે પૈકીની ઘણી તક્નિકો અને ભલામણો ખેડુતો સુધી પહોંચી નથી. અત્યારનાં આધુનિક સમયમાં ખેડુતો કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન રાખતા થયા છે ત્યારે ખેડૂતોને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથી ડાંગરની વૈજ્ઞાનિક ખેતીનું માર્ગદર્શન મળી રહે તે હેતુ આ નિષ્ણાત પ્રણાલી વિકસાવવામાં આવેલ છે. ખેડૂતો ડાંગરની આ નિષ્ણાત પ્રણાલી ઉપયોગથી ડાંગરની આધુનિક / વૈજ્ઞાનિક ખેતીની માહિતી મળી રહેશે.

ડાંગરની આ નિષ્ણાત પ્રણાલી વિકાસવનાર

પ્રધ્યપક અને વડા,
વિસ્તરણ શિક્ષણ વિભાગ,
ન. મ. ક્રુષિ મહવિધ્યાલય,
ન. ક્રુ. યુ, નવસારી
સંપર્ક નં. ૯૪૨૪૭૮૬૨૧૮૮
ઈ- મીઈલ: head.ext@nau.in

ક્રુષિ નિષ્ણાંતો:

(૧) ડો. પી. બી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક (એગ્રોનોમી).
જળ અને જમીન વ્યવસ્થાપન, ન. કૃ. યુ., નવસારી

(૨) ડો. કે. બી. રાખોલીયા, સહ પ્રાધ્યાપક (વનસ્પતિ રોગશાસ્ત્ર)
વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાલય, નવસારી

(૩) ડો. વિ. જે. ઝીઝાલા (જમીન વિજ્ઞાન અને ક્રુષિ રસાયણ),
જમીન વિજ્ઞાન અને ક્રુષિ રસાયણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાલય, નવસારી

(૪) ડો. પી. ડી. ઘોઘારી, સહ સંશોધન વૈજ્ઞાનિક (કીટકશાસ્ત્ર)
જળ અને જમીન વ્યવસ્થાપન, ન. કૃ. યુ., નવસારી

(૫) ડો. પી. એમ. મિસ્ત્રી, (પાક સુધારણા)
જળ અને જમીન વ્યવસ્થાપન, ન. કૃ. યુ., નવસારી

(૬) ડો. પી. બી. ખોડીફાડ
મદદનીશ પ્રાધ્યાપક, વિસ્તરણ શિક્ષણ વિભાગ,ન. મ. કૃષિ મહાવિધાલય, નવસારી

આઈ. ટી. નિષ્ણાંત:

(૧) પ્રો. ભાવેશ ચૌધરી, મદનીશ પ્રાધ્યાપક
અસ્પી અગ્રી-બીજનેસ મેનેજમેંટ ઈન્સ્ટીટુટ, ન. કૃ. યુ., નવસારી