NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરના પાકમાં રોગ નિયંત્રણ

ગુજરાત રાજયમાં ડાંગરનો પાક ધાન્ય પાકોમાં આગવું સ્થાન ધરાવે છે. આ પાકની વધુ ઉત્પાદન આપતી વિવિધ સુધારેલી જાતોનો વિકાસ થતા ડાંગરની ખેતી તરફ ખેડૂતોનો ઝોક અભિગમ ઉત્તરોત્તર વધતો જ રહયો અને તેની સાથે સાથે ડાંગરનું ઉત્પાદન પણ વધ્યું છે. પરિણામે ડાંગરના પાકમા આધુનિક તજજ્ઞતાની સાથે રાસાયણિક ખાતરો અને પાણીના અવિવેકી વપરાશને લીધે જુદા જુદા રોગનું પ્રમાણ જે તે વિસ્તારના ભૌગોલિક પરીબળો અને વાતાવરણની અનુકૂળતા મુજબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ડાંગરના પાકમાં વિવિધ રોગોની તિવ્રતા મુજબ તેના ઉત્પાદનમાં ૧ટકા થી ૯૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે. આ પાકમાં જોવા મળતા રોગોને નુકશાન કરતા ભાગ મુજબ ધરૂના,પાનના રોગો, પ્રકાંડ કે થુમડાના રોગો, મૂળના રોગો અને કંટીના રોગો.