NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  તાંબિયો

 રોપાણ ડાંગરમાં ૩૦ દિવસની અવસ્થામાં ઝિંક તત્વની ઉણપને લીધે તાંબિયો રોગ જણાય છે. આવા રોગવાળા છોડના નીચેના પાન પર તપખિરીયા બદામી કે લોખંડ પર લાગતા કાટ જેવા તાંબા રંગના નાના ડાદ્ય પડે છે. વધારે પડતી ઝિંકની ઉણપ હોય તો આખા પાન તાંબા રંગના બદામી થઈ જાય છે. અને દૂરથી આખું ખેતર રતાશ પડતું દેખાય છે.આથી છોડનો વિકાસ અટકે છે. તેથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આ રોગ જયા અને ગુર્જરી જાતોમાં વધારે જોવા મળે છે.

નિયંત્રણ:

  • જે જમીનમાં ઝિંક તત્વની ઉણપ સતત દર વર્ષે જણાતી હોય ત્યાં રોપણી અગાઉ જમીનમાં ધાવલ કરતી વખતે (કાદવ પાડતી વખતે) હેકટરે ર૦ થી રપ કિલો મુજબ ઝિંક સલ્ફેટ પાયાના ખાતરો સાથે પૂંખીને આપવું.
  • રોપણી પહેલા જો ઝિંક સલ્ફેટ આપી શકાયું ન હોય તો ૦.પ% ઝિંક સલ્ફેટનું દ્રાવણ (૧૦ લિટર પાણી પ૦ ગ્રામ ઝિંક સલ્ફેટ + પ૦ ગ્રામ યુરિયા) છંટકાવ કરવો અથવા હેકટરે ર૦ થી રપ કિલો ઝિંક સલ્ફેટ રોપણી બાદ ૬૦ દિવસ સુધી ઉભા પાકમાં જમીનમાં પૂંખીને પણ આપી શકાય.
  • જમીનમાં બહોળા પ્રમાણમાં છાણિયું ખાતર અને અન્ય સેન્દ્રીય ખાતરો કે ખોળ નિયમિત આપત રહેવું.
  • શકય હોય ત્યાં ઈકકડનો લીલો પડવાશ કરીને જમીનનું બંધારણ સારું જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા.


Paddy Root