દુનિયામાં પ૦ ટકા કરતાં પણ વધારે લોકોનો ખોરાક આ ઘાન્ય પર નિર્ભર છે.ડાંગર ઉત્પાદનની દ્રષ્ટએ ભારત ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે. રાજયના કુલ ખેતી વિસ્તારના પ % વિસ્તારમાં ડાંગરનો પાક ઉગાડવામાં આવે છે. રાજયમાં ડાંગર ઉગાડતા જીલ્લાઓમાં મુખ્યત્વે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદનો સમાવેશ થાય છે.રાજયમાં સુધારેલ જાતોની સરેરાશ ઉત્પાદન ક્ષામતા (પ.૦૦ થી ૮.૦૦ ટન/હે.) છે. જેના કરતાં ઉત્પાદન ઓછું છે. જે માટે ઘણા પરિબળો પૈકી જીવાતથી થતું નુકશાન એક અગત્યનું પરિબળ છે. આ માટે ફકત જંતુનાશક દવાનો વપરાશ ન કરતા બિયારણની પસંદગીથી કાપણી સુધી જુદી જુદી કીટ નિયંત્રણ પધ્ધતિઓનુ સંકલન કરવુ જરૂરી બન્યુ છે.